દૂધીના દાળવડા-
સામગ્રી-
-500 ગ્રામ દૂધી
-2 ટેબલસ્પૂન સોયાબીન
-4 ટેબલસ્પૂન તુવેર દાળ
-4 ટેબલસ્પૂન ચણાની દાળ
-1 ટેબલસ્પૂન કૉર્નફ્લોર
-1 ટેબલસ્પૂન તેલ
-1 ચપટી હિંગ
-1 ટીસ્પૂન લસણ બારીક સમારેલું
-1 ટીસ્પૂન આદું બારીક સમારેલું
-1 ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં
-1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
-1 ટેબલસ્પૂન બારીક સમારેલો ફુદીનો
-1 ટીસ્પૂન ગરમ મસાલો
-1 ટીસ્પૂન ચાટ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ
સર્વિંગ માટે-
-ખાટી-મીઠી ચટણી
-કોથમીર-ફુદીનાની ચટણી
રીત-
સૌપ્રથમ સોયાબીનને દસથી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખો. દૂધીને છાલ છોલી, છીણી લો. તરત જ એક પહોળી નૉનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યાર બાદ દૂધી અને સોયાબીનને નિચોવી વધારાનું પાણી કાઢી એમાં ઉમેરી દો. હવે ગરમ મસાલો, બાફેલી દાળ, પલાળેલાં સોયાબીન, ચાટ મસાલો, કોથમીર, ફુદીનો બધું ઉમેરો. વ્યવસ્થિત મિક્સ થાય ત્યાં સુધી રાંધો. હવે મિશ્રણને ઠંડું પડવા દો. એમાં બ્રેડક્રમ્સ અને થોડો કૉર્નફ્લોર ભેળવો અને ચપટા ગોળા બનાવો. જરૂર હોય એ પ્રમાણે કૉર્નફ્લોરમાં રગદોળી તળી લો. વધારાનું તેલ નિતારી ખાટી-મીઠી તેમજ ફુદીના-કોથમીરની ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.

No comments:
Post a Comment