Sunday, September 28, 2014

વેજીટેરિયન કેક





કોઈ ખુશીના પ્રસંગે કે બર્થ-ડેમાં કેક કટ કરવાનું હવે ગુજરાતીઓમાં પણ સામાન્ય થતું જાય છે. પરંતુ સામાન્ય રીતે આપણે એઈગ લેસ એટલેકે વેજ. કેક પસંદ કરીએ છીએ અને બીજુ કે કેકની બહુ કિંમત પણ ના હોવી જોઈએ. આવા સમયે ઘરે જ વેજીટેરિય કેક બનાવવી વધારે સરળ રહે છે. તો આવો જાઈએ ઘરે કેવી રીતે બનાવશો વેજીટેરિયન કેક.

સામગ્રી:

ફૂલ ક્રીમ દૂધ - 500 મિલી
ખાંડ = 8 ચમચી
ઈલાયચી = 3 થી 4 નંગ
મેંદો = એક કપ કેક માટે, 2 ચમચી ડસ્ટીંગ માટે [કેક વાસણમાં ના ચોટે એટલે તેલ લગાડેલા વાસણમાં મેંદાનું પાતળું આવરણ બનાવવા]
ખાવાનો સોડા = 1/4 ચમચી
બેકિંગ પાઉડર = 1 ચમચી
સુકા મેવાનો ભૂકો = કાજુ,બદામ,પીસ્તા મળીને 3 ચમચી
કીસમીસ =10 થી 12 નંગ
તેલ = ગ્રીઝ કરવા [ વાસણની સપાટીમાં કેક ના ચોટે એટલે તેમાં તેલ ચોપડવા ]
ઘી = 1 ચમચી
દહીં = 2 ચમચી

બનાવવાની રીત:

સૌ પ્રથમ કેક બનાવવા માટે આપણે દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર કરીશું, આ માટે દૂધને એક વાસણમાં કાઢી તેને ધીમા તાપે ગરમ કરીશું, દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં બધી ખાંડ ઉમેરિશું ત્યારબાદ તેને ચમચા વડે ધીમે ધીમે એક જ દિશા તરફ હલાવતા જવું , ગેસ થોડો વારાફરતી ધીમો ને ફાસ્ટ કરી શકાય.

હવે દૂધ ઉકળી ને અડધું થઇ જાય અને વાસણની સપાટી છોડવા લાગે ત્યારે તેનો કલર પણ પીળાશ પડતો લાગશે ત્યારે કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર થઇ ગયું કહેવાય, ગેસ બંઘ કરી આ દુધમાં એક ચમચી ઘી ઉમેરવું, ત્યારબાદ એક વાસણમાં રસ ગાળવાની સ્ટ્રેઈનર [ મોટી ગરણી ] લઇ તેનાવડે મેંદો, સોડા, બેકિંગ પાઉડર બધું ચાળી લેવું, આમ બે થી ત્રણ વાર બધું ચાળવું નેપછી જ આ બધું કન્ડેન્સ્ડ મિલ્ક માં ઉમેરવું ને ચમચા વડે એકદમ હલાવવું કે જેથી મેંદાના ગઠ્ઠા ભાંગી જાય, પછી તેમાં સુકોમેવો, કીસમીસ, ઈલાયચીનો પાઉડર કરી મિક્સ કરી દેવો , તેમાં બે ચમચી દહીં ઉમેરવું, બધું હલાવતા આ મિશ્રણ ચમચા વડે રેડી શકાય એટલું ઘટ્ટ બનશે, હવે એક કન્વેકસન સેફ વાસણ લઇ, બજારમાં કેક બને તેવા ટીન મળે જ છે, તેને તેલ વડે ગ્રીઝ કરી, મેંદા વડે ડસ્ટીંગ કરી તેમાં ધીરે થી ચમચા વડે તૈયાર કરેલું મિશ્રણ રેડવું, હવે માઇક્રોવેવને 200 સેન્ટીગ્રેટ પર પ્રી હીટ કરી તે જ તાપમાન પર કેક 30 મિનીટ માટે બેક કરવા મુકવી, 30 મિનીટ બાદ કેક પાકી ગઈ કે કેમ તે ચેક કરવા ચપ્પુ આ કેક માં ખોસીને બહાર કાઢી જોવું જો ચપ્પુ કોરું બહાર આવે તો કેક પાકી ગઈ હશે, જો ચપ્પુ પર કેક ચોટે તો કેક ને પાંચ થી દસ મિનીટ ફરી બેક કરવી, હવે કેક તૈયાર થાય કે તેને બીજા વાસણમાં ઠપકારી ને કાઢી લેવી, એક સરખા પીસ કાપી લેવા, ખુબજ મસ્ત કેક તૈયાર।

No comments:

Post a Comment