Tuesday, September 16, 2014

રવા ઈડલી





રવિવારે સાંજે મોટા ભાગની લેડીઝને ઘરે રસોઈ કરવાનું મન નથી હોતું પરંતુ જો રવિવારે બહાર હોટલમાં જમવા જવુ હોય તો બહુ જ વેઈટીંગમાં બેસવુપડે છે. પરિણામે સન્ડે ઈવનીંગ જો તમારે વહેલા ફ્રી થવુ હોય અને ઘરે બનાવેલી જ કોઈ મસ્ત વાનગી માણવી હોય તો ઝડપથી બની શકે તેની બનાવો રવા ઈડલી...

સામગ્રી

રવો - ૨૫૦ ગ્રામ
દહીં - ૨૫૦ ગ્રામ
પોણો ચમચી - ખાવા નો સોડા
સ્વાદ મુજબ મીઠું
અને ખીરું બનાવવા માટે હુફાડું પાણી

વઘાર માટે 

તેલ - ૪ ચમચી
રાઈ - ૧ ચમચી
અડદ ની દાળ - ૩ ચમચી
૨ લીલા મરચા ઝીણી સમારેલા
૬-૮ મીઠા લીમડા ના પાન
પોણી ચમચી હિંગ

રીત

રવા ની અંદર દહીં અને જોઈતું હુફાડું પાણી ઉમેરી લચકા પડતું ખુરી તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી અડધો કલાક ઢાકી રાખો જેથી રવો ફૂલી ને પોચો થયી જાય. તેલ ગરમ કરી રાઈ, હિંગ અને અડદ ની દાળ અને લીલા મરચા નાખી તેનો વઘાર કરવો , વઘાર ને રવાના ખીરામાં નાખી સોડા નાખી હલાવવું, ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાડી દરેક બીબા માં ૧ ચમચો ખીરું નાખો. ૮-૧૦ મિનીટ સુધી ઈડલી ને વરાળ માં બફાવા દો પછી બહાર કાઢી ઠંડી પડે એટલે ચપ્પુ ની ધાર થી ઈડલી ઉખાડી નારીયેલ ની ચટણી સાથે ગરમ ગરમ પીરશો.

No comments:

Post a Comment