Saturday, September 20, 2014

જલેબી-

જલેબી-
સામગ્રી-
જલેબી માટે-
-100 ગ્રામ મેંદો
-2 ટીસ્પૂન ચણાનો લોટ
-1 ટીસ્પૂન ચોખાનો લોટ
-1/4 ટીસ્પૂન એલચી પાવડર
-1 ચપટી ઓરેન્જ ફૂડ કલર
-1 ટીસ્પૂન દહીં
-પાણી જરૂર પ્રમાણે
-ઘી તળવા માટે
ચાસણી માટે-
-150 ગ્રામ ખાંડ
-11/2 ટીસ્પૂન એલચી પાવડર
-1 ચપટી ઓરેન્જ ફૂડ કલર
-10 થી 15 નંગ કેસરના રેસા
ગાર્નીશિંગ માટે-
-એલચી પાવડર
-બદામની સ્લાઈસ
-પીસ્તાની સ્લાઈસ
-કેસરના રેસા
અમારું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
સૌપ્રથમ મેંદામાં એલચી પાવડર, ફૂડ કલર અને દહીં નાખી હલાવી લો. પાણીની મદદથી રોટલીના લોટ જેવું ખીરું તૈયાર કરવું. ખીરું ઢીલું ન થાય તેનું ધ્યાન રાખવું. તૈયાર ખીરાને ઢાંકીને ૨૪ કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવું. કબાટ કે સ્ટોર રૂમ જેવી ગરમ જગ્યાએ મુકવું. ૨૪ કલાક પછી ખોલીને ચેક કરવું ઉપર જો તર થઇ ગઈ હોય તો તેને કાઢી લેવી. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને ગરમ ઘી નાખીને ફીણી લેવું. તૈયાર ખીરાને કેચપની બોટલ કે પ્લાસ્ટિકના કોનમાં ગરમ ઘીમાં જલેબી પાડી ધીમા તાપે તળી લેવી. બરાબર કડક થઇ જાય એટલે કાઢીને ૨ થી ૩ મિનીટ માટે ગરમ ચાસણીમાં બોળી બહાર કાઢી લેવી. હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડુબે તેટલું પાણી લઇ તેની ૧ ૧/૨ તાર ની ચાસણી બનાવવી. ચાસણી તૈયાર થઇ જાય એટલે તેમાં એલચી પાવડર, કેસર અને ઓરેન્જ ફૂડ કલર નાખવો. તૈયાર જલેબીને બાદમ, પીસ્તાની સ્લાઈસ, કેસર અને એલચી પાવડર તથા એલચીના દાણાથી ગાર્નીશ કરી સર્વ કરો.

No comments:

Post a Comment