સામગ્રી : ૨ કપ ચોખા, ૧/૪ કપ અડદની દાળ, ૧/૪ કપ ચણાની દાળ, ૧/૪ કપ તુવેરની દાળ, ૧/૨ મગની દાળ, ૧/૪ કપ જાડો ભાખરીનો લોટ, ૧ કપ દહીં, ૨ ટે.સ્પૂન આદું-લસણ વાટેલા, ૧ ટે.સ્પૂન તેલ, ૧ ટી.સ્પૂન ખાવાનો સોડા, ૧/૪ ટી.સ્પૂન બેકિંગ પાઉડર, ૧ ટી.સ્પૂન લાલ મરચું, ૨-૩ નંગ લીલા મરચાં, ૧/૨ ટી.સ્પૂન લીંબુનો રસ, ૨૦૦ ગ્રામ દૂધી, ૧/૨ કપ ઝીણી સમારેલી કોબી, ૩ ટે.સ્પૂન તલ, ૧ ટે.સ્પૂન રાઈ,
મીઠું સ્વાદ મુજબ.
રીત : એક જાડા કપડાંને (ટોવેલનો કટકો) ભીનો કરી, બધી દાળ અને ચોખાને સાફ કરી તેમાં બાંધી દેવા. થોડા સમય પછી તે મીશ્રણને વાટી દેવા. આ મીશ્રણમાં ઘઉંનો લોટ, દહીં અને મીઠું મિક્સ કરી સાત કલાક ઢાંકી રાખી આથો આવવા દેવો. દૂધીને છોલીને છીણી નાખવી અને હાંડવાના મિશ્રણમાં મિક્સ કરવી. પછી તેમાં ઝીણી સમારેલી કોબી, વાટેલા આદું-મરચાં, તેલ, લાલ મરચું, લીલા મરચાંના નાના કટકા, મીઠું, ખાવાનો સોડા, બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરવું. જેમાં હાંડવો બનાવવાનો હોય તેમાં અંદરની સાઈડમાં તેલ લગાવી તેને ગ્રીસ કરવું. મિશ્રણ તેમાં ભરવું. તેલ ગરમ મૂકી રાઈ-તલ, લાલ સુકાયેલા મરચા નાખી હાંડવા પર રેડવું. ૨૦૦ સે. પર ૩૦થી ૩૫ મિનિટ બેક કરવું. પછી હાંડવો ઠંડો પડે એટલે પીસ કરી પીરસવો.
No comments:
Post a Comment