શિયાળો નજીક આવતાં ગુજરાતી લોકોમાં બાજરીના રોટલા ફેવરિટ છે. આ ઉપરાંત શિયાળામાં લીલી ડુંગળીમાં પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તો આવો જાણીએ બાજરીના રોટલા જોડે ભાવે તેવી લીલી ડુંગળીની ખાટી કઢી કેવી રીતે બનાવાય સામગ્રી- 1/2 લીટર ખાટી છાશ 1/2 કપ બેસન 2 ટી સ્પૂન ખાંડ 1 ડાળી કઢી લીમડો 1/2 ટી સ્પૂન રાઈ 2 ટેબલ સ્પૂન ઘી લાલ મરચુ, હિંગ, હળદર, લીલા ધાણા, લીલા મરચાં, લસણ, આદુ 250 ગ્રામ લીલી ડુંગળી મીઠું સ્વાદાનુસાર 1-2 નંગ લવીંગ રીત- સૌ પ્રથમ 4થી 5 નંગ લીલાં મરચા, 5-7 કળી લસણ અને આદુ ક્રશ કરી લો. લીલી ડુંગલીને ઝીણી સમારી લો. ત્યાર પછી છાશમાં બેસન, મીઠુ, મરચું, 1/2 ટી સ્પૂન હળદર, ખાંડ અને ધાણાજીરું મિક્સ કરીને વલોવી દો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો અને લવીંગ નાખો. રાઈ તતડ્યા પછી તેમા લીલી ડુંગળી અને આદુ-મરચાં લસણની પેસ્ટ નાખીને તેને થોડું શેકાવા દો. બેથી 4 મીનિટ પછી તેમાં છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવતાં રહો અને ત્યાર પછી તેને 5 મીનિટ સુધી કઢીને ઉકળવા દો. ગાર્નિશીંગ માટે તેના પર કોથમીર ભભરાવો અને હવે તેને બાજરીના રોટલા સાથે ગરમ ગરમ પીરશો. |
Tuesday, September 23, 2014
લીલી ડુંગળીની ખાટી કઢી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment