Thursday, September 4, 2014

ચટાકેદાર 'તડકા દાલ'

http://www.sandesh.com/article.aspx?newsid=2982724



3 વ્યક્તિઓ માટે 'તડકા દાલ' બનાવવાની રીત

સામગ્રી:

1 કપ તુવેર દાળ
1 સમારેલી ડુંગળી
1 સમારેલું લીલું મરચું
1 સમારેલું ટમેટું
1 ટીસ્પૂન રાય-ધાણા-જીરુ
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન આમચૂર પાવડર
1/2 ઈંચ આદુનો ટુકડો છીણેલો
2 ટેબલસ્પૂન તેલ
2 ટેબલસ્પૂન લીલા ધાણા
સ્વાદ અનુસાર મીઠું

રીત:

- દાળને ધોઈને 2 કપ પાણી સાથે પ્રેશર કુકરમાં બાફી લો. બાફેલી દાળને પીસી લો.
- એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરો.
- રાય-ધાણા-જીરુ ઉમેરો.
- રાયના દાણા ફૂટવા લાગે એટલે તેમાં ડુંગળી, ટમેટું અને છીણેલું આદુ ઉમેરો.
- ત્યારબાદ તેમાં આમચૂર પાવડર અને લાલ મરચાંનો પાવડર ઉમેરીને એક મિનીટ સુધી પકાવો.
- હવે બાફીને પીસેલી દાળને તેમાં ઉમેરો અને મિશ્રણને ઉકળવા દો.
- 5-10 મિનીટ સુધી ઉકળવા દો.
- દાળને સર્વિંગ બાઉલમાં કાઢો અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

No comments:

Post a Comment