Wednesday, September 17, 2014

હરાભરા લચ્છા પરાઠા-

હરાભરા લચ્છા પરાઠા-
સામગ્રી-
-1 કપ મેંદો
-1 કપ ઘઉંનો લોટ
-2 ટેબલસ્પૂન ઘીનું મોણ
-2 ટેબલસ્પૂન તેલનું મોણ
-1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી પાલકની ભાજી
-1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
-2 ટેબલસ્પૂન દહીં
-1 ચપટી સોડા
-મીઠું સ્વાદાનુસાર
-ઘી વચ્ચે લગાડવા
-ચોખાનો લોટ ભભરાવવા માટે
-બટર પરાઠા પર લગાવવા માટે
ગાર્નિશિંગ માટે-
-ખમણેલું ચીઝ
રીત-
સૌપ્રથમ ઘઉંનો લોટ અને મેંદો ભેગો કરી લો. એમાં મીઠું, તેલ, ઘી, કોથમીર, પાલક, દહીં અને સોડા નાખી બરાબર મિક્સ કરી પાણીની મદદથી પરાઠાનો લોટ બાંધો. બાંધેલા લોટને થોડી વાર માટે ઢાંકી દો. થોડી વાર પછી લોટને થોડો કેળવી એના લૂઆ પાડો અને એક લૂઆમાંથી છ ઇંચનો પરાઠા વણો. હવે એના પર ઘી ચોપડી ચોખાનો લોટ ભભરાવો. એને એક સાઇડથી વાળતા જાઓ અને રોલ કરતા જાઓ. રોલ વળી જાય એટલે રોટલીના એ રોલને વ્હીલ આકારમાં વાળી લો. એના પર ફરી ઘી ચોપડી ચોખાનો લોટ ભભરાવી ફરી પરાઠા વણો. તવી ગરમ કરી આછા બદામી રંગનો બન્ને તરફથી સરખો શેકી લો. એના પર બટર લગાવી ચીઝનું ગાર્નિશિંગ કરી ગરમાગરમ સર્વ કરો.

No comments:

Post a Comment