ઓનિયન રવા ઢોંસા-
સામગ્રી-
-1/2 કપ રવો
-1/2 કપ ચોખાનો લોટ
-1/4 કપ મેંદો
-1 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
-1 નંગ લીલું મરચું સમારેલું
-2 ટીસ્પૂન કાળા મરી
-1 ટીસ્પૂન જીરૂં
-1 નંગ ડુંગળી સમારેલી
-1 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1 ડાળખી મીઠો લીમડો
-1/4 ટીસ્પૂન ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-1/2 કપ ચોખાનો લોટ
-1/4 કપ મેંદો
-1 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
-1 નંગ લીલું મરચું સમારેલું
-2 ટીસ્પૂન કાળા મરી
-1 ટીસ્પૂન જીરૂં
-1 નંગ ડુંગળી સમારેલી
-1 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1 ડાળખી મીઠો લીમડો
-1/4 ટીસ્પૂન ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ડુંગળી સિવાયની બધી જ સામગ્રી લઈને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢોંસા ઉતરે, એ પ્રકારનું ઘટ્ટ ખીરૂં તૈયાર કરો. આ મિશ્રણને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ ઢોંસા માટે નોન સ્ટિક પેન તૈયાર કરો. પેન ગરમ થાય એટલે તેમાં એક ચમચા જેટલું ખીરૂં પાથરો. ત્યારે જ તૈયારીમાં જ તેમાં ઝીણી સમારેલી ડુંગળી પાથરો. ઢોંસાની ફરતે તેલ રેડો. લાઈટ બ્રાઉન રંગનો થાય એટલે ગરમા-ગરમ ઢોંસાને સાઈડ ડિશ સાથે સર્વ કરો.
Join us રસોઈની રાણી
No comments:
Post a Comment