Thursday, September 11, 2014

વેજીટેબલ ફ્રાઈડ રાઈસ

વેજીટેબલ ફ્રાઈડ રાઈસ


Capture
સામગ્રી:
બાસમતી ચોખા - દોઢ કપ
ઝીણું સમારેલ મધ્યમ કદનું ગાજર - ૧ નંગ
ઝીણું કાપેલ સિમલા મિર્ચ-૧ નંગ
ઝીણી સમારેલી લીલી ડુંગળી - ૨ કે ૩ નંગ
(લીલાં પત્તાં સજાવટ માટે રાખવા)
ઝીણી કાપેલી કોબીજ - અડધો કપ
ઝીણું કાપેલું આદું - અડધી ટીસ્પુન
ઝીણું કાપેલું લસણ - અડધી ટીસ્પૂન
ઝીણી કાપેલ સેલેરી - અડધી ટેબલ સ્પુન
ઝીણી કાપેલ ફણસી (ફ્રેન્ચબીન્સ) - ૮-૧૦ નંગ
ઝીણાં કાપેલાં બટન મશરૂમ્સ -૫ નંગ
સોયા સોસ - ૧ ટેબલ સ્પૂન
મીઠું અને કાળા મરી - જરૂરિયાત મુજબ
રીત:
ચોખા અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ૪ થી ૫ કપ પાણી નાંખી ચઢવા દો. અગાઉનું પાણી નીતારી લેવું. ચોખા ચઢી જાય એટલે ઓસામણ કાઢી લઈ, ભાત ઠંડા થવા દેવા. ઢાંકીને એને એક બાજુ મૂકી દો.
એક કઢાઈમાં તેલ લો, ગરમ કરો. એમાં આદુ અને લસણ નાંખી, થોડીવાર સાંતળો. પછી એમાં ડૂંગળી નાંખી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. બાકીના શાક નાખી તેજ આંચ પર સાંતળો. સતત હલાવતાં રહેવું જેથી શાક એકસરખા રંધાય અને બળી ન જાય.પછી એમાં સોયા સોસ, સેલેરી, મીઠું અને મરી નાંખો. તરત હલાવીને એમાં ભાત ઉમેરો. સોસ ભાતને લાગે તેટલી વાર હલાવતા રહો.
ગરમ પીરસી શકાય અથવા ઈન્ડોચાઈનીઝ શાક સાથે પીરસાય. એને તીખોતમતો સ્વાદ આપવા લાલ કે લીલાં મરચાંનો ચીલી સોસ ઉમેરી શકાય.

No comments:

Post a Comment