3 વ્યક્તિઓ માટે બનાવો સ્વાદિષ્ટ મજેદાર કચ્છી 'દાબેલી' સામગ્રી :- 250 ગ્રામ બટાકા 6 નંગ દાબેલીના બન 1 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો 3 ટેબલ સ્પૂન તેલ 1 કપ ખજૂર આમલીની ચટણી 1 ટેબલ સ્પૂન લસણ-લાલ મરચાની પાતળી ચટણી 1 કપ સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા) 1 ટેબલ સ્પૂન દાણા 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી રીત :- -એક કડાઈમાં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. -જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર આમલીની ચટણી ૧ થી ૨ ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો. -ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાની પાતળી ચટણી લગાવીને હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો. -તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો (આ મસાલાને થોડો ઢીલો રાખવો). -હવે બનને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા થોડા શેકી લો. -ગરમ ગરમ દાબેલી લીલી ચટની અને સોસ સાથે સર્વ કરો -તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. -સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકાય |
Monday, September 29, 2014
કચ્છી 'દાબેલી'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment