Wednesday, September 10, 2014

વેજિટેબલ પેટિસ-

વેજિટેબલ પેટિસ-
સામગ્રી-
-2 નંગ બટાટા બાફીને મેશ કરેલા
-1 નંગ ગાજરની છીણ
-1 કપ વટાણા બાફીને મેશ કરેલા
-1/2 કપ બિન્સ સમારેલી
-11/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-1/4 ટીસ્પૂન ગરમ મસાલો
-11/2 ટીસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો
-11/2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-3 થી 4 ટેબલસ્પૂન શેકેલા તલ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ બાફેલા બટાટા, લીલા વટાણા, ગાજરની છીણ, બિન્સ, બ્રેડ ક્રમ્બ્સ, આદું-મરચાંની પેસ્ટ, ધાણા પાવડર, ગરમ મસાલો, સિંગદાણાનો ભૂકો, મીઠું અને કોથમીર એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાંથી મોટા લીંબુ સાઈઝના ગોળા બનાવી લો. ત્યાર બાદ એક ફ્લેટ નોન સ્ટિક તવા પર તેને પેટિસ આકારના કરીને શેલો ફ્રાય શેકી લો. આ પેટિસ પર તમે શેકેલા તલ છાંટીને તેને બંને બાજુથી શેકો. પેટિસને શેલો ફ્રાય જ કરવી. તેને ધીમા તાપે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેને ગરમા-ગરમ જ ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો. બાળકોને આ ક્રિસ્પી પેટિસ ખાવાની મજા પણ પડશે, અને તેમાં મિક્ષ વેજ ઉપયોગમાં લીધા હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે પણ તે ખુબ જ સારી છે.
સૌજન્ય : રસોઈ

No comments:

Post a Comment