Sunday, October 12, 2014

માલપુઆ-

માલપુઆ-
સામગ્રી-
-2 કપ મેંદો
-3 કપ દુધ
-2 કેળા (મેશ કરેલા)
-2 ટેબલ સ્પૂન નારિયેળ (છીણેલું)
-10 કાજુ (ઝીણા સમારેલા)
-15 કિસમિસ
-1 ટેબલ સ્પૂન સોજી
-2 કપ ખાંડ
-3 કપ પાણી
-4 નંગ લીલી ઈલાયચી
-1 કપ ઘી
રીત-
સૌપ્રથમ બધી જ સામગ્રી ભેગી કરી, માલપુઆ માટેનું ખીરુ તૈયાર કરો. અન્ય એક બાઉલમાં પાણી અને ખાંડ મેળવી ચાસણી તૈયાર કરી લો. હવે પેન પર એક ચમચો ખીરુ નાંખી ધીમાં તેને શેકો. તેને ઘીમાં શેલો ફ્રાય કરો. પુડલો થોડો લાલાશ પડતો થાય એટલે પ્લેટમાં કાઢી લો. સર્વ કરતાં પહેલાં ચાસણી ગરમ કરો અને તેમાં એક મિનિટ માટે પુડલો પલાળી રાખો. બાદમાં આ ગરમ-ગરમ પુડલો સર્વ કરો.

લસણની સૂકી ચટણી'



બનાવો ચટાકેદાર સ્પાઈસી મોમાં પાણી લાવતી આખા સુકા મરચા અને લસણની ચટણી

સામગ્રી:-

250 ગ્રામ કાશ્મીરી આખા મરચા
2 સૂકા લસણની કળીઓનો ગાંઠો
1 મોટો ચમચો ધાણા
1 મોટો ચમચો સફેદ તલ
1 નાની ચમચી જીરુ
મીઠું સ્વાદાનુસાર

રીત:-

-લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લો.
-લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લો.
-સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે.
-આ ચટણીનો ઉપયોગ આપ કોઈપણ વસ્તુમાં કરી શકો છો

મૂંગદાલ મખની-

મૂંગદાલ મખની-
સામગ્રી-
-1 કપ લીલી મગની દાળ
-1 કપ ટોમેટો પ્યોરી
-1/2 ચમચી છીણેલું આદું
-2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
-1 ચમચી હળદર
-1/2 ચમચી જીરૂં પાઉડર
-1 ચમચી મરીનો પાઉડર
-1 ચમચી ઈલાયચીનો પાઉડર
-1 ચમચી તેલ
-1/4 કપ દૂધની મલાઈ
-1/2 કપ બારીક સમારેલી કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ મગની દાળને ત્રણ કપ પાણીમાં બે કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ એ જ પાણીમાં દાળ સૉફ્ટ થાય ત્યાં સુધી બાફો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં આદું ઉમેરીને અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ લીલાં મરચાં, ટોમેટો પ્યુરી, હળદર, મરી, એલચીનો પાઉડર અને જીરુંનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. બે મિનિટ સુધી સાંતળો. તેલ છૂટે એટલે એમાં બાફેલી મગની દાળ ઉમેરીને હલાવો. જરૂર પડે તો પાણી ઉમેરો. ઢાંકીને ૧૫ મિનિટ માટે દાળને ઊકળવા દો. ત્યાર બાદ ઢાંકણ ખોલી પાંચથી દસ મિનિટ માટે દાળને ઉકાળો. દાળ થોડી ઘટ્ટ થાય એટલે દૂધની મલાઈ ઉમેરીને હલાવો. ત્યાર બાદ કોથમીર ભભરાવી મિક્સ કરો. અને વધુ પાંચ મિનિટ ચડવા દો. ગૅસ પરથી ઉતારી સર્વિંગ બાઉલમાં કાઢી પરાઠા અથવા મિસ્સી રોટી સાથે સર્વ કરો.

Thursday, October 9, 2014

સેન્ડવિચ ઢોકળા' બનાવવાની





સામગ્રી:
1 કપ તુવેર દાળ
1 કપ ચણાની દાળ
1/2 કપ મગની દાળ
1/2 કપ અડદની દાળ
6 કપ ચોખા અથવા ચોખાનો લોટ
2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ
2 કપ ખાટું દહીં
1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ
1 ટીસ્પૂન હળદર
1 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર

વઘાર માટે

2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન રાયના દાણા
1 ટીસ્પૂન તલ
1/2 ટીસ્પૂન હીંગ

ચટણી માટે

1 જૂડી લીલા ધાણાં
3-4 મધ્યમ કદના લીલા મરચાં
2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ
1 ટીસ્પૂન લીંબુનો રસ
સ્વાદ અનુસાર મીઠું

રીત:

- બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો.
- હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો.
- આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો.
- તેમાં હળદર અને મીઠું મિક્સ કરો.
- એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો.
- જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો.
- ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર છે.
- હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો.
- આ થાળીને સ્ટિમ કુકરમાં 5-8 મિનીટ સુધી પકાવો.
- ત્યાર બાદ તૈયાર કરેલી ચટણીને થાળીમાં રહેલા ખીરા પર એક સમાન સ્તરમાં પાથરો.
- હવે ચટણી પર ફરી ખીરું પાથરો અને 10-12 મિનીટ સુધી પાકવા દો.
- બહાર કાઢ્યા બાદ થાળીને ઠંડી થવા દો. ત્યાર બાદ ઢોકળાને નાના ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો.
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા અને તલ ઉમેરો.
- રાયના દાણા ફૂટે એટલે તેમાં હીંગ નાંખીને તેને આંચ પરથી ઉતારી લો. વઘારને કાપેલા ઢોકળા પર રેડો.
- લીલા ધાણાં અને છીણેલાં નાળિયેર સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

વટાણાનું શાક-

વટાણાનું શાક-
સામગ્રી-
-1/2 કપ સૂકા વટાણા
-3 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ
-1 ચપટી હિંગ
-મીઠું સ્વાદાનુસાર
મસાલા માટે-
-1/4 કપ આખા ધાણા
-6 નંગ સૂકા લાલ મરચાં
-1 ટેબલસ્પૂન કાળા મરી
-1 ટેબલસ્પૂન જીરૂં
વગાર માટે-
-2 ટીસ્પૂન તેલ
-1 ટીસ્પૂન રાઈ
-1 ટીસ્પૂન અડદની દાળ
-1 ડાળખી મીઠો લીમડો
-1 નંગ સૂકું લાલ મરચું
અમારું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
સૌપ્રથમ લીલા વટાણાને આખી રાત પલાળી દો. હવે તેને બનાવતા પહેલા જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરીને બાફી લો. ત્રણથી ચાર સીટી વગાડી લો. આ દરમિયાન મસાલા માટેની જેટલી પણ સામગ્રી છે તેને ડ્રાય રોસ્ટ કરી લો. ત્યાર બાદ તેને ઠંડા કરીને મિક્ષરમાં પીસીને પાવડર બનાવી લો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી લો. ત્યાર બાદ જરૂર પડે તેમ વાપરવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં વગાર માટેની બધી જ સામગ્રી ઉમેરીને સાંતળો. રાઈ ફૂટે એટલે તેમાં પાણીમાંથી વટાણા નીતારીને ઉમેરો. એકથી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં તૈયાર કરેલો પાવડર એકથી દોઢ ચમચી જેટલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સ્વાદાનુસાર જો મીઠું ઓછું લાગતું હોય તો તે અને નાળિયેરની છીણ ઉમેરીને ધીમા તાપે એકાદ મિનિટ સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ સૂકું વટાણાનું શાક. ગરમા-ગરમ શાક, દાળ-ભાત અને રોટલી સાથે સર્વ કરો.

રિબન પકોડા-

રિબન પકોડા-
સામગ્રી-
-2 કપ ચોખાનો લોટ
-1 કપ ચણાનો લોટ
-2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-2 ચપટી હિંગ
-1 ટીસ્પૂન તલ
-2 ટેબલસ્પૂન બટર(ઓગળેલું)
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
અમારું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
એક મોટા વાસણમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ લઈને પહેલા બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, મીઠું, તલ, બટર અને હિંગ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકદમ સોફ્ટ કણક તૈયાર કરો. હવે એક ઉંડી કડાઈમાં તેલ ગરમ કરો. દેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા લોટને લાંબી પટ્ટી પડે એવા જાળીવાણા સંચામાં ભરો. સામાન્ય રીતે આપણે જેનાથી ચણાના લોટની સેવ પાડ્યે છીએ એ સંચો. તેમાં લાંબી પટ્ટી પડે એવી જાળી હશે. જો ના હોય તો તમે આની પણ ચણાના લોટની જેમ સેવો પાડી શકો છો. હવે આ સંચામાંથી ધીમે-ધીમે ગરમ તેલમાં પટ્ટીઓ પાડો. ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગની થાય એ રીતે તળો. આ રીતે જ બધી પટ્ટીઓ પાડો. તેલમાંથી કાઢીને તેને પેપર નેપકિન પર મૂકો. ત્યાર બાદ તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. જ્યારે ઈચ્છા થાય ત્યારે આ સ્વાદિષ્ટ રિબન પકોડાને ચા સાથે સર્વ કરો.

Wednesday, October 8, 2014

બટર નાન-

બટર નાન-
સામગ્રી-
-1 કપ મેંદો
-1/4 ચમચી બેકિંગ પાઉડર
-4 ચમચા દહીં
-1 ચમચી મીઠું
-50 ગ્રામ માખણ
-થોડું શાહજીરું (કલોંજી)
અમને અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
મેંદામાં બધી સામગ્રી નાખીને નરમ બાંધી લો. તેલ લગાવીને સાત- આઠ મિનિટ વધુ મસળો. તેલ લગાવીને બંધ વાસણમાં એક કલાક અથવા મિશ્રણ ફૂલીને બમણું થાય ત્યાં સુધી મૂકી રાખો. ફરી વાર મસળો અને નાના નાના લૂઆ બનાવી ઢાંકીને મૂકી દો. તે ફરી ફૂલી જશે. માખણને નરમ કરી લો. પ્રત્યેક લૂઆને વણી તેના પર માખણ લગાવીને પડ બનાવો અને તેને ફરીથી વણી લો. નાન વણીને તેના પર થોડું શાહજીરું લગાવો. પહેલેથી જ ગરમ કરેલા ઓવનમાં શેકો. માખણ લગાવીને પીરસો.

Wednesday, October 1, 2014

ચોકલેટ પિઝ્ઝા :

ચોકલેટ પિઝ્ઝા :
============================
સામગ્રી( 1 પિત્ઝા માટે માટે ) :
2 ચમચી ચોકોલેટ સોસ
વાઈટ ચોકોલેટ અને ડાર્ક ચોકોલેટ બીટ્સ
2 ચમચી અખરોટ જીનું સમારેલું
કાજુ બદામ નો ભૂકો
રીત :
પિઝ્ઝા ના બન પર પર ચોકોલેટ સોસ લગાવો. તેના પર વાઈટ ચોકોલેટ અને ડાર્ક ચોકોલેટ બીટ્સ નાખો. ત્યારબાદ તેના પર અખરોટ કાજુ બદામ નો ભૂકો નાખો. ઓવન માં થોડી વાર માટે ગરમ કરી ને પીરસો.
રસોઈની રાણી : માનસી પટેલ અંબાલીયા (રાજકોટ)
આપણું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી