Monday, May 20, 2013

જમવાનુ બનાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો આ 5 બાબતો

20 મે

હેલ્ધી લાઇફના માટે હેલ્ધી ડાયટ પણ જરૂરી છે. ઘણી વાર તમે તમારા ઘરે જમવાનુ બનાવતી વખતે સ્વાદના ચક્કરમાં ભોજનના પોષક તત્વોને જ ટાળી દો છો  જેના કારણે ખાધ્યપ્રબંધન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ તમારા માટે મુશ્કેલીરૂપ બની જાય છે.

જમવાનુ બનાવતી વખતે જો તમે આ પાંચ નાની-નાની વાતોનુ ધ્યાન રાખશો તો તમે પણ ડાયટ પરફેક્ટ રહેશો.

1. બહુ વધારે પડતા તેલનો ઉપયોગ ના કરો

જમવાનુ બનાવતી વખતે તેમાં તેલ વધુ પ્રમાણમાં નાખવાથી જમવાનો સ્વાદ સારો મળે કે ના મળે પણ કોલેસ્ટેરોલ જરૂર વધી શકે છે. જમવામાં સંતુલિત માત્રામાં તેલનો ઉપયોગ કરો જેનાથી તમને મેદસ્વીપણાનો ભય ના રહે.

2. તાજુ ખાવાનુ રાખો

જમવાનુ બનાવતી વખતે પ્રિઝર્વેટિવ્સ યુક્ત ચીજો તેમજ ફ્રોઝન શાકભાજીને ખાવાનુ રાખો.  પ્રિઝર્વેટિવ્સ આરોગ્ય માટે નુકસાનદાયક પણ હોય છે.

3. પેનની જગ્યાએ પ્રેશર કૂકર પસંદ કરો 

જમવાનુ બનાવતી વખતે તમે પેનની જગ્યાએ પ્રેશર કૂકરનો ઉપયોગ કરશો તો પોષક તત્વોનુ નુકશાન ઓછુ થશે. ઢાંકેલા વાસણમાં જમવાનુ કરવાથી ભોજનના પોષક તત્વો જળવાઇ રહે છે.

4. શાકભાજીની છાલ પણ ફાયદાકારક છે

સામાન્ય રીતે શાકભાજીનો ટેસ્ટ સારો કરવા માટે લોકો છાલ છોલીને તેને ઝીણી સમારી લે છે પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે કે, જેની છાલમાં પણ ઘણા પોષક તત્વો રહેલા હોય છે.

5. જમવાનુ બનાવતા સમયે શાકભાજીની પસંદ 

જમવાનુ બનાવતા સંમયે શાકભાજીની પસંદગી તેની પ્રકૃતિ અને સમયના હિસાબથી કરો જેથી કરીને તે તમારા આરોગ્યને નુકશાન ના પહોંચાડે.