કોલીફ્લાવર મન્યુરિયન-
સામગ્રી-
-1 મધ્યમ કદનું ફ્લાવર
-2 નંગ મોટી ડુંગળી
-4 દડા લસણ
-1/2 ઈંચનો આદુંનો ટુકડો
-3 નંગ લીલા મરચાં
-1/2 નંગ કેપ્સિકમ
-2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
-1 ટેબલસ્પૂન મેંદો
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન સોયા સોસ
-1 ટીસ્પૂન ટોમેટો સોસ
-1/2 ટીસ્પૂન મરી પાવડર
-તેલ તળવા માટે
-2 નંગ મોટી ડુંગળી
-4 દડા લસણ
-1/2 ઈંચનો આદુંનો ટુકડો
-3 નંગ લીલા મરચાં
-1/2 નંગ કેપ્સિકમ
-2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
-1 ટેબલસ્પૂન મેંદો
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન સોયા સોસ
-1 ટીસ્પૂન ટોમેટો સોસ
-1/2 ટીસ્પૂન મરી પાવડર
-તેલ તળવા માટે
રીત-
ફ્લાવરને મોટા કટકામાં કટ કરી લો. ત્યાર બાદ તેને ગરમ પાણીમાં નાખો. તેને બે મિનિટ માટે સાઈડમાં મૂકો. હવે તેને પાણીમાંથી નીતારીને કિચન ટાવલ પર મૂકો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં એક ચમચી કોર્નફ્લોર, મેંદો, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂં તૈયાર કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં ફ્લાવરના ટુકડાને તૈયાર કરેલા ખીરામાં ડુબાડીને ડિપ ફ્રાય કરો. ધીમા તાપે લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળો. ધીમા તાપે તળવાથી ક્રિસ્પી થશે. હવે તેને કિચન ટાવલ પર કાઢીને મૂકો.
વધારાનું તેલ ચૂસાય જાય એટલે તેને એકબાજુ પર મૂકો. હવે ડુંગળી, લસણ, આદું અને લીલા મરચાંને ઝીણા સમારી લો. કેપ્સિકમના પણ કટકા કરી લો. હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદું એક પછી એક ઉમેરીને સાંતળો. થોડીક મિનિટ માટે સાંતળો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં કેપ્સિકમના ટુકડા ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ટોમેટો સોસ, સોયા સોસ અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડીવાર બાદ તેમાં થોડુંક મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. એ વાત યાદ રાખવી કે ફ્લાવરમાં અને સોસમાં પણ મીઠું પહેલાથી છે જ. હવે તેમાં તળેલા ફ્લાવર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ફ્લાવર પર મસાલો બરાબર ચઢી જાય એ રીતે મિક્ષ કરો. જો તમે આ મન્યુરીયનને ડ્રાય મન્ચુરિયન તરીકે સર્વ કરવા માંગતા હોવ તો આ સ્ટેજ પર જ સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો. અને જો ગ્રેવી મન્યુરીયન સર્વ કરવું હોય તો કોર્નફ્લોરને અડધા કપ પાણીમાં ઓગાળીને પેનમાં ઉમેરો. 2 થી 3 મિનિટ ચઢવા દીધા બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ મન્યુરીયનને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.
No comments:
Post a Comment