Saturday, September 6, 2014

તવા પનીર મસાલા" :

તવા પનીર મસાલા" :
========================
સામગ્રી :-
=======
10/12 પનીર ક્યુબ્સ
2સીમલા મરચા
200 ગ્રામ ટમેટા
30 ગ્રામ લાલ મરચા ની પેસ્ટ
3 ચમચા તેલ
50 ગ્રામ બટર
કોથમરી જીણી સમારેલી
1 ચમચી આદુ છીણેલું
ગ્રેવી બનાવા માટે ની સામગ્રી :-
==================
300 ગ્રામ કાંદા
400 ગ્રામ ટમેટા
1 ચમચી આદુ,લસણ ની પેસ્ટ
1 ચમચી હળદર
2 ચમચી લાલ મરચા નો પાવડર
2 ચમચી ગરમ મસાલો
2 ચમચી ધાણાજીરું
1ચમચી કસુરી મેથી
1 ક્પ દૂધ
કોથમરી સજાવટ માટે
મીઠું સ્વાદ પ્રમાણે
તવા પનીર મસાલા ની ગ્રેવી બનવા માટે ની રીત :-
============================
ટમેટા અને કાંદાને જીણા સમારીને મીક્ષીમાં તેને પીસી લ્યો .અને સરસ પેસ્ટ બનાવી લ્યો. હવે તવા માં તેલ મૂકી આદુ લસણ ની પેસ્ટ નાખો. તેને 1 મિનીટ સાતડો .તેમાં કાંદા, ટમેટા ની પ્યુરી નાખો .હવે તેમાં હળદર ,મરચું,ગરમ મસાલો નાખો. 1ચમચી કસુરી મેથી,1 કપ દૂધ નાખો .અને 5 મિનીટ ગ્રેવી ને ઉકાળવા દયો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો .
તવા પનીર બનાવા માટે ની રીત :-
=====================
સૌ પહેલા તવા ઉપર બટર નાખો. તેમાં સીમલા મરચા ને ટમેટા ના પીસ નાખો. તેમાં લાલ મરચા ની પેસ્ટ નાખો. 2/3 મિનીટ તેને હલાવો .તેમાંતેયાર થયેલી થોડી ગ્રેવી નાખો .કોથમરી જીણી સમારેલી અને આદુ છીણી ને નાખો .તેમાં ગરમ મસાલો નાખો. અને 2/3 મિનીટ ચડવા દયો. હવે તેને બાજુ પર રાખી દયો.
એક કડાઈ માં તેલ નાખો ,પનીર ના પીસ અને મીઠું નાખો .2/3 મિનીટ તેને ચડવા દયો .ટમેટા અને સીમલા મરચા નો મસાલો તેયાર કર્યો છે એ તેમાં નાખો .હવે તેમાં તેયાર કરેલી ગ્રેવી નાખી ને બધું સાથે મિક્ષ કરો .કોથમરી થી સજાવો .અને ગરમ ગરમ તવાપનીર મસાલા ને નાન ,રોટી ,પરાઠા સાથે ખાવાનો આનંદ માણો.

No comments:

Post a Comment