Wednesday, September 10, 2014

શક્કર પારા



 શક્કર પારા બનાવવાની રીત

સામગ્રી:
1 1/2 કપ મેંદો
1/4 કપ ખાંડ
1/4 કપ દૂધ
2 ટેબલસ્પૂન ઘી
1 ચપટી મીઠું
 તળવા માટે તેલ

રીત:
- મેંદાના લોટમાં મીઠું ઉમેરીને ચાળી લો.
- એક પેનમાં ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરીને ઉકાળો. ખાંડ ઓગળી જાય પછી મિશ્રણને ઠંડુ થવા દો.
- તેમાં થોડો થોડો કરીને મેંદાનો લોટ મિક્સ કરો અને તેનો કઠણ કણક બાંધો.
- હવે તેમાંથી ગોળ મોટા રોટલા વણો અને તેને ચાકુની મદદથી નાના ટુકડામાં ચેકા પાડીને અલગ કરી લો.
- બની શકે તો યોગ્ય માપના ડાયમંડ શેપના ટુકડા જ કરો.
- તેને ઘી અથવા તેલમાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યા સુધી મધ્યમ આંચ પર તળો.

No comments:

Post a Comment