કોબી વડા-
સામગ્રી-
-1/2 કપ અડદની દાળ
-1 કપ ઝીણી સમારેલી કોબી
-2 નંગ લીલા મરચાં
-1 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
-2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1 ડાળખી મીઠો લીમડો
-1 ચપટી હિંગ
-મીઠું સ્વાદાનુસાર
-1 કપ ઝીણી સમારેલી કોબી
-2 નંગ લીલા મરચાં
-1 ટેબલસ્પૂન આદુંની પેસ્ટ
-2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1 ડાળખી મીઠો લીમડો
-1 ચપટી હિંગ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ અડદની દાળને ધોઈને સાફ કરીને બેથી ત્રણ કલાક માટે પલાળી દો. ત્યાર બાદ તેને નીતારીને તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરીને અધકચરી પેસ્ટ તૈયાર કરો. અડદની દાળને વધારે સમય માટે ગ્રાઈન્ડ કરવી નહી. જેટલી વખત તમે મિક્ષર ઓપન કરો એટલી વખત એકાદ ચમચી જેટલું પાણી ઉમેરો. સ્મૂધ પણ ઘટ્ટ ખીરૂં તૈયાર કરો. હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને સેટ થવા માટે એકબાજુ મૂકો. આ દરમિયાન એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી નાના-નાના બોલ બનાવો. તેને હથેળીની મદદથી ચપટા કરીને, તેમાં આંગળીની મદદથી કાળું પાડીને ગરમ તેલમાં તળો. ધીમા તાપે વડાને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળો. સ્વાદિષ્ટ વડાને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.
No comments:
Post a Comment