Wednesday, September 10, 2014

પનીર મંચુરિયન

પનીર મંચુરિયન


2
સામગ્રી :
પનીર - ૨૦૦ ગ્રામ
ઝીણાં પતીકાં કરેલ કેપ્સિકમ - ૧ નંગ
કાળાં મરીનો પાઉડર - અડધી ટી સ્પૂન
લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન) કાપેલી - અડધો કપ
ઝીણું કાપેલું લીલું મરચું-૧ નંગ
ઝીણું કાપેલું આદું - અડધો ઈંચ
ઝીણું કાપેલું લસણ - ૫-૬ કળી
કાપેલી સેલેરી - ૧ ટી સ્પૂન
સોયા સોસ - ૨ ટી સ્પૂન
ખાંડ - ૧ ટી સ્પૂન
ટોમેટો સોસ - ૧ થી દોઢ ટેબલ સ્પૂન
વ્હાઈટ વિનેગાર - ૧ ટી સ્પૂન
મીઠું અને મરી - જરૂરિયાત મુજબ
પનીર તળવા તેલ - ૪ થી ૫ ટેબલસ્પૂન
થોડી લીલી ડુંગળી - સજાવટ માટે
કોર્ન ફ્લોર પેસ્ટ માટે
કોર્ન ફ્લોર - ૨ ટેબલ સ્પૂન
પાણી - અડધો કપ
પનીર મેરીનેટ
કોર્ન ફ્લોર - ૨ ટેબલ સ્પૂન
પીસેલાં આદુ અને લસણ - અડધી ટી સ્પૂન
મીઠું અને મરી - જરૂરિયાત મુજબ
રીત:
પનીર મેરીનેટ માટેની બધી સામગ્રી મિક્સ કરો. પનીર મેરીનેટ પનીરમાં ઉમેરો. બધું મિશ્રણ પાત્રમાં ઉછાળીને એકરસ કરો જેથી મેરીનેટ પનીરને એકસરખી રીતે લાગે. ગરમ તેલમાં પનીરના ટુકડા શેલો અથવા ડીપ ફ્રાય કરી લો. પેપર નેપકીનમાં તેને નીતારીને બાજુમાં મુકો. કઢાઈમાં વધારાનું તેલ કાઢી લો. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી નાંખો. સહેજ દાઝે તેટલાં સુધી મધ્યમથી તેજ આંચે શેકતા જાઓ. કોર્ન ફ્લોર પાણીમાં નાંખી પેસ્ટ બનાવો. ડુંગળી ટ્રાન્સલ્યુસન્ટ થવા દો.
એમાં આદુ, લસણ, લીલું મરચું અને સેલેરી નાંખો. એક મિનિટ એને હલાવો, હવે એમાં કેપ્સિકમ નાંખો. એને પણ ૨-૩ મિનિટ સાંતળો. હવે બધા સોસ અને પાણી ઉમેરો. હલાવો અને ખદખદવા દો. એમાં કોર્નફ્લોર પેસ્ટ ઉમેરો અને સોસ ઘટ્ટ થવા દો. હવે એમાં પનીરના તળેલા ટુકડા ઉમેરો, વિનેગાર, મીઠું અને મરી પણ નાંખો, હલાવો અને ૧ મિનિટ માટે ખદખદવા દો.
પનીર મંચુરિયનને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરો અને વેજ ફ્રાઈડ રાઈસ અથવા એશિયન વેજ રાઈસ કે પછી વેજ નૂડલ્સ સાથે ગરમાગરમ પીરસો.

No comments:

Post a Comment