Tuesday, November 4, 2014

આંબળાં - મુરબ્બો





સામગ્રી: 

૧ કિલોગ્રામ આંબળાં, ૫૦૦ મિલી પાણી, ૧ ૧/૨ કિલોગ્રામ ખાંડ, ૪ ગ્રામ સાઈટ્રિક એસિઙ

રીત : 
  • આંબળા ધોઈને, લૂછીને કોરા કરો અને પાણીમાં નાખીને એમાં કાણાં પાડીને ૧૦થી ૧૨ મિનિટ સુધી ઊકળવા દો. પાણી નિતારી લો અને તાજું પાણી ભરીને એક દિવસ માટે રાખી મૂકો. બીજા દિવસે ફરી પાણી કાઢી લો અને તાજું પાણી ભરો.
  • ત્રીજા દિવસે ફરી એ પાણી ફેંકીને નવું પાણી ભરો. એમાં બે ગ્રામ સાઈટ્રિક એસિડ અને ખાંડ નાખી ઉકાળો.
  • ઊભરો આવી જાય પછી ચાળી લો અને ચાળેલી ચાસણીમાં આંબળા નાખીને ૧૫-૧૬ મિનિટ સુધી ઉકાળો પછી આખી રાત રહેવા દો.
  • બીજા દિવસે ફરી ઉકાળો અને એક તારની ચાસણી બનાવો.
  • ઢાંકી આખી રાત રહેવા દો અને બીજા દિવસે એટલું ઉકાળો કે ચાસણી ઘટ્ટ થઈ જાય. ઠંડો કરીને મુરબ્‍બો બરણીમાં ભરો.

Sunday, October 12, 2014

માલપુઆ-

માલપુઆ-
સામગ્રી-
-2 કપ મેંદો
-3 કપ દુધ
-2 કેળા (મેશ કરેલા)
-2 ટેબલ સ્પૂન નારિયેળ (છીણેલું)
-10 કાજુ (ઝીણા સમારેલા)
-15 કિસમિસ
-1 ટેબલ સ્પૂન સોજી
-2 કપ ખાંડ
-3 કપ પાણી
-4 નંગ લીલી ઈલાયચી
-1 કપ ઘી
રીત-
સૌપ્રથમ બધી જ સામગ્રી ભેગી કરી, માલપુઆ માટેનું ખીરુ તૈયાર કરો. અન્ય એક બાઉલમાં પાણી અને ખાંડ મેળવી ચાસણી તૈયાર કરી લો. હવે પેન પર એક ચમચો ખીરુ નાંખી ધીમાં તેને શેકો. તેને ઘીમાં શેલો ફ્રાય કરો. પુડલો થોડો લાલાશ પડતો થાય એટલે પ્લેટમાં કાઢી લો. સર્વ કરતાં પહેલાં ચાસણી ગરમ કરો અને તેમાં એક મિનિટ માટે પુડલો પલાળી રાખો. બાદમાં આ ગરમ-ગરમ પુડલો સર્વ કરો.

લસણની સૂકી ચટણી'



બનાવો ચટાકેદાર સ્પાઈસી મોમાં પાણી લાવતી આખા સુકા મરચા અને લસણની ચટણી

સામગ્રી:-

250 ગ્રામ કાશ્મીરી આખા મરચા
2 સૂકા લસણની કળીઓનો ગાંઠો
1 મોટો ચમચો ધાણા
1 મોટો ચમચો સફેદ તલ
1 નાની ચમચી જીરુ
મીઠું સ્વાદાનુસાર

રીત:-

-લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લો.
-લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લો.
-સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે.
-આ ચટણીનો ઉપયોગ આપ કોઈપણ વસ્તુમાં કરી શકો છો

મૂંગદાલ મખની-

મૂંગદાલ મખની-
સામગ્રી-
-1 કપ લીલી મગની દાળ
-1 કપ ટોમેટો પ્યોરી
-1/2 ચમચી છીણેલું આદું
-2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
-1 ચમચી હળદર
-1/2 ચમચી જીરૂં પાઉડર
-1 ચમચી મરીનો પાઉડર
-1 ચમચી ઈલાયચીનો પાઉડર
-1 ચમચી તેલ
-1/4 કપ દૂધની મલાઈ
-1/2 કપ બારીક સમારેલી કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ મગની દાળને ત્રણ કપ પાણીમાં બે કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ એ જ પાણીમાં દાળ સૉફ્ટ થાય ત્યાં સુધી બાફો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં આદું ઉમેરીને અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ લીલાં મરચાં, ટોમેટો પ્યુરી, હળદર, મરી, એલચીનો પાઉડર અને જીરુંનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. બે મિનિટ સુધી સાંતળો. તેલ છૂટે એટલે એમાં બાફેલી મગની દાળ ઉમેરીને હલાવો. જરૂર પડે તો પાણી ઉમેરો. ઢાંકીને ૧૫ મિનિટ માટે દાળને ઊકળવા દો. ત્યાર બાદ ઢાંકણ ખોલી પાંચથી દસ મિનિટ માટે દાળને ઉકાળો. દાળ થોડી ઘટ્ટ થાય એટલે દૂધની મલાઈ ઉમેરીને હલાવો. ત્યાર બાદ કોથમીર ભભરાવી મિક્સ કરો. અને વધુ પાંચ મિનિટ ચડવા દો. ગૅસ પરથી ઉતારી સર્વિંગ બાઉલમાં કાઢી પરાઠા અથવા મિસ્સી રોટી સાથે સર્વ કરો.

Thursday, October 9, 2014

સેન્ડવિચ ઢોકળા' બનાવવાની





સામગ્રી:
1 કપ તુવેર દાળ
1 કપ ચણાની દાળ
1/2 કપ મગની દાળ
1/2 કપ અડદની દાળ
6 કપ ચોખા અથવા ચોખાનો લોટ
2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ
2 કપ ખાટું દહીં
1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ
1 ટીસ્પૂન હળદર
1 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર

વઘાર માટે

2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન રાયના દાણા
1 ટીસ્પૂન તલ
1/2 ટીસ્પૂન હીંગ

ચટણી માટે

1 જૂડી લીલા ધાણાં
3-4 મધ્યમ કદના લીલા મરચાં
2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ
1 ટીસ્પૂન લીંબુનો રસ
સ્વાદ અનુસાર મીઠું

રીત:

- બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો.
- હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો.
- આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો.
- તેમાં હળદર અને મીઠું મિક્સ કરો.
- એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો.
- જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો.
- ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર છે.
- હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો.
- આ થાળીને સ્ટિમ કુકરમાં 5-8 મિનીટ સુધી પકાવો.
- ત્યાર બાદ તૈયાર કરેલી ચટણીને થાળીમાં રહેલા ખીરા પર એક સમાન સ્તરમાં પાથરો.
- હવે ચટણી પર ફરી ખીરું પાથરો અને 10-12 મિનીટ સુધી પાકવા દો.
- બહાર કાઢ્યા બાદ થાળીને ઠંડી થવા દો. ત્યાર બાદ ઢોકળાને નાના ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો.
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા અને તલ ઉમેરો.
- રાયના દાણા ફૂટે એટલે તેમાં હીંગ નાંખીને તેને આંચ પરથી ઉતારી લો. વઘારને કાપેલા ઢોકળા પર રેડો.
- લીલા ધાણાં અને છીણેલાં નાળિયેર સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

વટાણાનું શાક-

વટાણાનું શાક-
સામગ્રી-
-1/2 કપ સૂકા વટાણા
-3 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ
-1 ચપટી હિંગ
-મીઠું સ્વાદાનુસાર
મસાલા માટે-
-1/4 કપ આખા ધાણા
-6 નંગ સૂકા લાલ મરચાં
-1 ટેબલસ્પૂન કાળા મરી
-1 ટેબલસ્પૂન જીરૂં
વગાર માટે-
-2 ટીસ્પૂન તેલ
-1 ટીસ્પૂન રાઈ
-1 ટીસ્પૂન અડદની દાળ
-1 ડાળખી મીઠો લીમડો
-1 નંગ સૂકું લાલ મરચું
અમારું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
સૌપ્રથમ લીલા વટાણાને આખી રાત પલાળી દો. હવે તેને બનાવતા પહેલા જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરીને બાફી લો. ત્રણથી ચાર સીટી વગાડી લો. આ દરમિયાન મસાલા માટેની જેટલી પણ સામગ્રી છે તેને ડ્રાય રોસ્ટ કરી લો. ત્યાર બાદ તેને ઠંડા કરીને મિક્ષરમાં પીસીને પાવડર બનાવી લો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી લો. ત્યાર બાદ જરૂર પડે તેમ વાપરવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં વગાર માટેની બધી જ સામગ્રી ઉમેરીને સાંતળો. રાઈ ફૂટે એટલે તેમાં પાણીમાંથી વટાણા નીતારીને ઉમેરો. એકથી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં તૈયાર કરેલો પાવડર એકથી દોઢ ચમચી જેટલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સ્વાદાનુસાર જો મીઠું ઓછું લાગતું હોય તો તે અને નાળિયેરની છીણ ઉમેરીને ધીમા તાપે એકાદ મિનિટ સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ સૂકું વટાણાનું શાક. ગરમા-ગરમ શાક, દાળ-ભાત અને રોટલી સાથે સર્વ કરો.

રિબન પકોડા-

રિબન પકોડા-
સામગ્રી-
-2 કપ ચોખાનો લોટ
-1 કપ ચણાનો લોટ
-2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-2 ચપટી હિંગ
-1 ટીસ્પૂન તલ
-2 ટેબલસ્પૂન બટર(ઓગળેલું)
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
અમારું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
એક મોટા વાસણમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ લઈને પહેલા બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, મીઠું, તલ, બટર અને હિંગ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકદમ સોફ્ટ કણક તૈયાર કરો. હવે એક ઉંડી કડાઈમાં તેલ ગરમ કરો. દેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા લોટને લાંબી પટ્ટી પડે એવા જાળીવાણા સંચામાં ભરો. સામાન્ય રીતે આપણે જેનાથી ચણાના લોટની સેવ પાડ્યે છીએ એ સંચો. તેમાં લાંબી પટ્ટી પડે એવી જાળી હશે. જો ના હોય તો તમે આની પણ ચણાના લોટની જેમ સેવો પાડી શકો છો. હવે આ સંચામાંથી ધીમે-ધીમે ગરમ તેલમાં પટ્ટીઓ પાડો. ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગની થાય એ રીતે તળો. આ રીતે જ બધી પટ્ટીઓ પાડો. તેલમાંથી કાઢીને તેને પેપર નેપકિન પર મૂકો. ત્યાર બાદ તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. જ્યારે ઈચ્છા થાય ત્યારે આ સ્વાદિષ્ટ રિબન પકોડાને ચા સાથે સર્વ કરો.

Wednesday, October 8, 2014

બટર નાન-

બટર નાન-
સામગ્રી-
-1 કપ મેંદો
-1/4 ચમચી બેકિંગ પાઉડર
-4 ચમચા દહીં
-1 ચમચી મીઠું
-50 ગ્રામ માખણ
-થોડું શાહજીરું (કલોંજી)
અમને અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
મેંદામાં બધી સામગ્રી નાખીને નરમ બાંધી લો. તેલ લગાવીને સાત- આઠ મિનિટ વધુ મસળો. તેલ લગાવીને બંધ વાસણમાં એક કલાક અથવા મિશ્રણ ફૂલીને બમણું થાય ત્યાં સુધી મૂકી રાખો. ફરી વાર મસળો અને નાના નાના લૂઆ બનાવી ઢાંકીને મૂકી દો. તે ફરી ફૂલી જશે. માખણને નરમ કરી લો. પ્રત્યેક લૂઆને વણી તેના પર માખણ લગાવીને પડ બનાવો અને તેને ફરીથી વણી લો. નાન વણીને તેના પર થોડું શાહજીરું લગાવો. પહેલેથી જ ગરમ કરેલા ઓવનમાં શેકો. માખણ લગાવીને પીરસો.

Wednesday, October 1, 2014

ચોકલેટ પિઝ્ઝા :

ચોકલેટ પિઝ્ઝા :
============================
સામગ્રી( 1 પિત્ઝા માટે માટે ) :
2 ચમચી ચોકોલેટ સોસ
વાઈટ ચોકોલેટ અને ડાર્ક ચોકોલેટ બીટ્સ
2 ચમચી અખરોટ જીનું સમારેલું
કાજુ બદામ નો ભૂકો
રીત :
પિઝ્ઝા ના બન પર પર ચોકોલેટ સોસ લગાવો. તેના પર વાઈટ ચોકોલેટ અને ડાર્ક ચોકોલેટ બીટ્સ નાખો. ત્યારબાદ તેના પર અખરોટ કાજુ બદામ નો ભૂકો નાખો. ઓવન માં થોડી વાર માટે ગરમ કરી ને પીરસો.
રસોઈની રાણી : માનસી પટેલ અંબાલીયા (રાજકોટ)
આપણું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી

Monday, September 29, 2014

કચ્છી 'દાબેલી'


3 વ્યક્તિઓ માટે બનાવો સ્વાદિષ્ટ મજેદાર કચ્છી 'દાબેલી'

સામગ્રી :-
250 ગ્રામ બટાકા
6 નંગ દાબેલીના બન
1 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો
3 ટેબલ સ્પૂન તેલ
1 કપ ખજૂર આમલીની ચટણી
1 ટેબલ સ્પૂન લસણ-લાલ મરચાની પાતળી ચટણી
1 કપ સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા)
1 ટેબલ સ્પૂન દાણા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલી

રીત :-
-એક કડાઈમાં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો.
-જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર આમલીની ચટણી ૧ થી ૨ ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો.
-ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાની પાતળી ચટણી લગાવીને હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો.
-તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો (આ મસાલાને થોડો ઢીલો રાખવો).
-હવે બનને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા થોડા શેકી લો.
-ગરમ ગરમ દાબેલી લીલી ચટની અને સોસ સાથે સર્વ કરો
-તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
-સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકાય
 

Sunday, September 28, 2014

વેજીટેરિયન કેક





કોઈ ખુશીના પ્રસંગે કે બર્થ-ડેમાં કેક કટ કરવાનું હવે ગુજરાતીઓમાં પણ સામાન્ય થતું જાય છે. પરંતુ સામાન્ય રીતે આપણે એઈગ લેસ એટલેકે વેજ. કેક પસંદ કરીએ છીએ અને બીજુ કે કેકની બહુ કિંમત પણ ના હોવી જોઈએ. આવા સમયે ઘરે જ વેજીટેરિય કેક બનાવવી વધારે સરળ રહે છે. તો આવો જાઈએ ઘરે કેવી રીતે બનાવશો વેજીટેરિયન કેક.

સામગ્રી:

ફૂલ ક્રીમ દૂધ - 500 મિલી
ખાંડ = 8 ચમચી
ઈલાયચી = 3 થી 4 નંગ
મેંદો = એક કપ કેક માટે, 2 ચમચી ડસ્ટીંગ માટે [કેક વાસણમાં ના ચોટે એટલે તેલ લગાડેલા વાસણમાં મેંદાનું પાતળું આવરણ બનાવવા]
ખાવાનો સોડા = 1/4 ચમચી
બેકિંગ પાઉડર = 1 ચમચી
સુકા મેવાનો ભૂકો = કાજુ,બદામ,પીસ્તા મળીને 3 ચમચી
કીસમીસ =10 થી 12 નંગ
તેલ = ગ્રીઝ કરવા [ વાસણની સપાટીમાં કેક ના ચોટે એટલે તેમાં તેલ ચોપડવા ]
ઘી = 1 ચમચી
દહીં = 2 ચમચી

બનાવવાની રીત:

સૌ પ્રથમ કેક બનાવવા માટે આપણે દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર કરીશું, આ માટે દૂધને એક વાસણમાં કાઢી તેને ધીમા તાપે ગરમ કરીશું, દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં બધી ખાંડ ઉમેરિશું ત્યારબાદ તેને ચમચા વડે ધીમે ધીમે એક જ દિશા તરફ હલાવતા જવું , ગેસ થોડો વારાફરતી ધીમો ને ફાસ્ટ કરી શકાય.

હવે દૂધ ઉકળી ને અડધું થઇ જાય અને વાસણની સપાટી છોડવા લાગે ત્યારે તેનો કલર પણ પીળાશ પડતો લાગશે ત્યારે કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર થઇ ગયું કહેવાય, ગેસ બંઘ કરી આ દુધમાં એક ચમચી ઘી ઉમેરવું, ત્યારબાદ એક વાસણમાં રસ ગાળવાની સ્ટ્રેઈનર [ મોટી ગરણી ] લઇ તેનાવડે મેંદો, સોડા, બેકિંગ પાઉડર બધું ચાળી લેવું, આમ બે થી ત્રણ વાર બધું ચાળવું નેપછી જ આ બધું કન્ડેન્સ્ડ મિલ્ક માં ઉમેરવું ને ચમચા વડે એકદમ હલાવવું કે જેથી મેંદાના ગઠ્ઠા ભાંગી જાય, પછી તેમાં સુકોમેવો, કીસમીસ, ઈલાયચીનો પાઉડર કરી મિક્સ કરી દેવો , તેમાં બે ચમચી દહીં ઉમેરવું, બધું હલાવતા આ મિશ્રણ ચમચા વડે રેડી શકાય એટલું ઘટ્ટ બનશે, હવે એક કન્વેકસન સેફ વાસણ લઇ, બજારમાં કેક બને તેવા ટીન મળે જ છે, તેને તેલ વડે ગ્રીઝ કરી, મેંદા વડે ડસ્ટીંગ કરી તેમાં ધીરે થી ચમચા વડે તૈયાર કરેલું મિશ્રણ રેડવું, હવે માઇક્રોવેવને 200 સેન્ટીગ્રેટ પર પ્રી હીટ કરી તે જ તાપમાન પર કેક 30 મિનીટ માટે બેક કરવા મુકવી, 30 મિનીટ બાદ કેક પાકી ગઈ કે કેમ તે ચેક કરવા ચપ્પુ આ કેક માં ખોસીને બહાર કાઢી જોવું જો ચપ્પુ કોરું બહાર આવે તો કેક પાકી ગઈ હશે, જો ચપ્પુ પર કેક ચોટે તો કેક ને પાંચ થી દસ મિનીટ ફરી બેક કરવી, હવે કેક તૈયાર થાય કે તેને બીજા વાસણમાં ઠપકારી ને કાઢી લેવી, એક સરખા પીસ કાપી લેવા, ખુબજ મસ્ત કેક તૈયાર।

Friday, September 26, 2014

આલુ મટર



4 વ્યક્તિઓ માટે આલુ મટરની સબ્જી બનાવવાની રીત

સામગ્રી-
5 નંગ બટાટા સમારેલા
500 ગ્રામ વટાણા
2 નંગ ડુંગળી સમારેલી
2 નંગ ટામેટાં સમારેલા
1 ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ
2 નંગ લીલા મરચાં સમારેલાં
11/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
11/2 ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર
1/2  ટી સ્પૂન હળદર
1/2  ટી સ્પૂન ગરમ મસાલો
1 ટેબલ સ્પૂન ઘી
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ
કોથમીર ગાર્નિશીંગ માટે

રીત-

-સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો.
-ડુંગળી એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખઈને સાંતળો.
-લગભગ એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં, થોડી કોથમીર, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરો.
-પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
-ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણાં નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
-જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. વટાણાં અને બટાટા બંન્ને ચઢી જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો.
-છેલ્લે ગરમ મસાલો અને ઘી નાખીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો.
-હવે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ આલુ મટર મસાલા સર્વ કરો.

Thursday, September 25, 2014

મેથીના મુઠિયા



3 વ્યક્તિઓ માટે 'મેથીના મુઠિયા' બનાવવાની રીત

સામગ્રી:
1 જૂડી મેથીની લીલી ભાજી સમારેલી
1 ½ ટીસ્પૂન લીલા મરચાં-આદુની પેસ્ટ
4 ટેબલસ્પૂન ઘઊંનો લોટ
2 ટેબલસ્પૂન રવો
1/3 ટીસ્પૂન મરીનો પાવડર
½ ટીસ્પૂન જીરું
¼ ટીસ્પૂન સોડા-બાય-કાર્બ
3 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન સમારેલું લસણ
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
1 ટેબલસ્પૂન લીંબુનો રસ
1 ½ ટેબલસ્પૂન તાજુ દહીં
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર

રીત:
- એક બાઉલમાં બારીક સમારેલી મેથી લો તેમાં 1 ટેબલસ્પૂન મીઠું મિક્સ કરીને ભાજીમાંથી વધારાનુ પાણી નીચોવીને કાઢી લો.
- હવે આદુ મરચા, લસણ, લીંબુ, દહી તમામ સામગ્રીને ભાજી સાથે મિક્સ કરો
-આ મિક્સચરમાં ઘઊંનો લોટ ઉમેરી નરમ કણક બાંધો.
- હવે તમારી હથેળી પર થોડું તેલ લગાડીને કણકમાંથી હાથથી મુઠિયા વાળો
- હવે એક પેનમાં તેલ ગરમ કરો
-તેલ આવી જાય એટલે તેમાં મુઠિયા ડિપ ફ્રાય કરો
- આ મુઠિયાનો ગરમા ગરમ નાશ્તા તરીકે પિરશો.

Wednesday, September 24, 2014

ઈસી મીક્સ દાળનો હાંડવો





સામગ્રી : ૨ કપ ચોખા, ૧/૪ કપ અડદની દાળ, ૧/૪ કપ ચણાની દાળ, ૧/૪ કપ તુવેરની દાળ, ૧/૨ મગની દાળ, ૧/૪ કપ જાડો ભાખરીનો લોટ, ૧ કપ દહીં, ૨ ટે.સ્પૂન આદું-લસણ વાટેલા, ૧ ટે.સ્પૂન તેલ, ૧ ટી.સ્પૂન ખાવાનો સોડા, ૧/૪ ટી.સ્પૂન બેકિંગ પાઉડર, ૧ ટી.સ્પૂન લાલ મરચું, ૨-૩ નંગ લીલા મરચાં, ૧/૨ ટી.સ્પૂન લીંબુનો રસ, ૨૦૦ ગ્રામ દૂધી, ૧/૨ કપ ઝીણી સમારેલી કોબી, ૩ ટે.સ્પૂન તલ, ૧ ટે.સ્પૂન રાઈ,

મીઠું સ્વાદ મુજબ.

રીત : એક જાડા કપડાંને (ટોવેલનો કટકો) ભીનો કરી, બધી દાળ અને ચોખાને સાફ કરી તેમાં બાંધી દેવા. થોડા સમય પછી તે મીશ્રણને વાટી દેવા. આ મીશ્રણમાં ઘઉંનો લોટ, દહીં અને મીઠું મિક્સ કરી સાત કલાક ઢાંકી રાખી આથો આવવા દેવો. દૂધીને છોલીને છીણી નાખવી અને હાંડવાના મિશ્રણમાં મિક્સ કરવી. પછી તેમાં ઝીણી સમારેલી કોબી, વાટેલા આદું-મરચાં, તેલ, લાલ મરચું, લીલા મરચાંના નાના કટકા, મીઠું, ખાવાનો સોડા, બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરવું. જેમાં હાંડવો બનાવવાનો હોય તેમાં અંદરની સાઈડમાં તેલ લગાવી તેને ગ્રીસ કરવું. મિશ્રણ તેમાં ભરવું. તેલ ગરમ મૂકી રાઈ-તલ, લાલ સુકાયેલા મરચા નાખી હાંડવા પર રેડવું. ૨૦૦ સે. પર ૩૦થી ૩૫ મિનિટ બેક કરવું. પછી હાંડવો ઠંડો પડે એટલે પીસ કરી પીરસવો.

Tuesday, September 23, 2014

વેજીટેબલ હોટડોગ વિથ બાર્બેક્યુ સોસ :


વેજીટેબલ હોટડોગ વિથ બાર્બેક્યુ સોસ :
=====================
વેજીટેબલ હોટડોગ વિથ બાર્બેક્યુ સોસ બનાવવા માટેનીસામગ્રી:
૨ નંગ હોટડોગ ના બન
બટર બન શેકવા માટે
૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
૧/૨ નંગ કોબીજ ઝીણી સમારેલી
૧ નાનું લાલ કેપ્સીકમ ઝીણું સમારેલું
૧ નાનું લીલું કેપ્સીકમ ઝીણું સમારેલું
૧ નાનું પીળું કેપ્સીકમ ઝીણું સમારે લું
૧ નંગ ટમેટું ઝીણું સમારેલું
૨ ટેબ.સ્પૂન ચીઝ સ્પ્રેડ
૫૦ ગ્રામ પનીર (ઝીણું સમારેલું )
બાર્બેક્યુ સોસ બનાવવા માટેની સામગ્રી:
૧ ૧/૨ ટેબ.સ્પૂન તેલ
૨ નંગ ડુંગળી
૩ થી ૪ કળી લસણ
૧ નંગ નાનું કેપ્સીકમ
૨ નંગ ટામેટા
૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
૧ ટી.સ્પૂન ઓરેગાનો
૧ ટી.સ્પૂન મરી પાવડર
૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૧/૨ ટી સ્પૂન સોયા સોસ
૨ ટેબ.સ્પૂન કોર્નફલોર ની પેસ્ટ
૧ ટી.સ્પૂન લાલ મરચું
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટેબ.સ્પૂન વિનેગર -સફેદ
(બાર્બેક્યુસોસ તૈયાર પણ મળે છે)
બાર્બેક્યુ સોસ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી સાંતળો ,ત્યાર બાદ તેમાં લસણ ની કળી અને કેપ્સીકમ નાખી બળવા જેવા થાય ત્યાં સુધી સાંતળો.હવે તેમાં ટામેટા નાખી ફરી સાંતળો બરોબર સંતળાઈ જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ,ચીલી ફ્લેક્સ,મરી પાવડર અને ઓરેગાનો ઉમેરો .ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ અને સોયા સોસ ઉમેરી પછી લાલ મરચું નાખો હવે ગેસ બંધ કરો તરત જ કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો.હવે સોસ ના મિશ્રણ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા મુકો. ઠંડું થઇ જાય એટલે તેમાં વિનેગર ઉમેરી મિક્સર માં ક્રશ કરી સ્મૂધ પેસ્ટ બનાવો.
વેજીટેબલ હોટડોગ વિથ બાર્બેક્યુ સોસ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ હોટ ડોગ ના બન ને વચ્ચે થી કાપી બટર લગાવી અને પછી તેને તવી પર શેકી લો.શેકાઈ જાય એટલે તેમાં નીચેના બન પર ચીઝ સ્પ્રેડ લગાવી લો પછી તેની પર બર્બેક્યું સોસ લગાવો અને ઉપર થી ઝીન્ઝ સમારેલા કાંદા,કેપ્સીકમ કોબીજ અને ટામેટા ભભરાવો.તથા પનીર મુકો ઉપર બીજો બન નો પીસ મૂકી તવી પર કે ઓવન માં ગરમ કરો. હોટ ડોગ ના બન ના પીસ કરી સર્વ કરો. સિંગલ સર્વિંગ કરવું હોય તો ફ્રેંચ બ્રેડ માં પણ કરી શકાય

લીલી ડુંગળીની ખાટી કઢી




શિયાળો નજીક આવતાં ગુજરાતી લોકોમાં બાજરીના રોટલા ફેવરિટ છે. આ ઉપરાંત શિયાળામાં લીલી ડુંગળીમાં પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તો આવો જાણીએ બાજરીના રોટલા જોડે ભાવે તેવી લીલી ડુંગળીની ખાટી કઢી કેવી રીતે બનાવાય

સામગ્રી-

1/2 લીટર ખાટી છાશ
1/2 કપ બેસન
2 ટી સ્પૂન ખાંડ
1 ડાળી કઢી લીમડો
1/2 ટી સ્પૂન રાઈ
2 ટેબલ સ્પૂન ઘી
લાલ મરચુ, હિંગ, હળદર, લીલા ધાણા, લીલા મરચાં, લસણ, આદુ
250 ગ્રામ લીલી ડુંગળી
મીઠું સ્વાદાનુસાર
1-2 નંગ લવીંગ

રીત-

સૌ પ્રથમ 4થી 5 નંગ લીલાં મરચા, 5-7 કળી લસણ અને આદુ ક્રશ કરી લો. લીલી ડુંગલીને ઝીણી સમારી લો. ત્યાર પછી છાશમાં બેસન, મીઠુ, મરચું, 1/2 ટી સ્પૂન હળદર, ખાંડ અને ધાણાજીરું મિક્સ કરીને વલોવી દો.

વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો અને લવીંગ નાખો. રાઈ તતડ્યા પછી તેમા લીલી ડુંગળી અને આદુ-મરચાં લસણની પેસ્ટ નાખીને તેને થોડું શેકાવા દો. બેથી 4 મીનિટ પછી તેમાં છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવતાં રહો અને ત્યાર પછી તેને 5 મીનિટ સુધી કઢીને ઉકળવા દો. ગાર્નિશીંગ માટે તેના પર કોથમીર ભભરાવો અને હવે તેને બાજરીના રોટલા સાથે ગરમ ગરમ પીરશો. 
 

Monday, September 22, 2014

કોબીજ-બટાકા'નું શાક


3 વ્યક્તિઓ માટે કોબીજ-બટાકાનું શાક બનાવવાની રીત

સામગ્રી-

250 ગ્રામ કોબી
2 બટાટા
3 લીલા મરચાં
લીબુંનો રસ
કોથમીર ગાર્નિશિંગ માટે
જીરૂં
1/2 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન મરચુ
1/2 ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ અનુસાર
મીટો લીમડો

રીત-

-સૌપ્રથમ બટાકા અને કોબીને સાફ કરી સુધારી લો.
-તેલ ગરમ કરી તેમાં જીરું,મીઠો લીમડો અને લીલા મરચા હિંગ ઉમેરો
-ત્‍યાર બાદ તેમાં બટાકા ઉમેરો અને મીઠું નાખીને બરાબર હલાવી લો.
-શાકમાં મીઠું નાખી, થોડું પાણી નાખો. શાક સારી રીતે ચઢીને પાણી બળી ન જાય ત્‍યાં સુધી તેને ચઢવા દો.
-પછી તેમાં ખાંડ અને લીબુંનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દો. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Sunday, September 21, 2014

સ્ટફ દહીં વડા





સ્ટફડ દહીં વડા બનાવવા માટેની સામગ્રી: સ્ટફિંગ માટે:

૨ નંગ બાફેલા બટાકા
૪ થી ૫ નંગ લીલા મરચા
૧ નાનો કકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી લીંબુ ના ફૂલ
૧ ટેબ.સ્પૂન ખાંડ
૨ ટેબ.સ્પૂન કોથમીર
૧ ટેબ.સ્પૂન ગાજર
૧ ટેબ.સ્પૂન વટાણા

બહાર ના પડ માટે:

૧ કપ અડદ ની દાળ
સ્વાદ પ્રમાણે મીઠું
તળવા માટે તેલ
૧ કપ દહીં
૧ ૧/૨ ટેબ.સ્પૂન ખંડ
ચપટી મીઠું
ગાર્નીશિંગ માટે:
લાલ મરચું પાવડર
કોથમીર
નાયલોન સેવ
ચાટ મસાલો
મસાલા બુંદી
ખજુર-આંબલી ની ચટણી
કોથમીર મરચા ની ચટણી

સ્ટફડ દહીં વડા બનાવવાની પહેલાની તૈયારીઓ

સૌ પ્રથમ સ્ટફડ દહીં વડા બનાવવા માટે બટાકા ને બાફી ને ક્રેશ કરી લો. લીલા મરચા અને આદુ ને ક્રશ કરી લો. ગાજર ને ઝીણા સમારી લો અને ઉકળતા પાણી માં એક ઉભરો આવે તેટલું બાફી લો. વટાણા ને પણ છોલી બાફી લો. કોથમીર ઝીણી સમારો. અડદ ની દાળ ને ૪ થી ૫ કલાક પાણી માં પલાળી બને તેટલું ઓછું પાણી લઇ વાટી લો. તેમાં મીઠું નાખી ૧ ૧/૨ થી ૨ કલાક માટે મૂકી રાખો. દહીં માં ખાંડ અને મીઠું નાખી વલોવી લો અને ઠંડુ કરવા મુકો.

સ્ટફડ દહીં વડા બનાવવા માટેની રીત:

સ્ટફિંગ માટે:

સ્ટફડ દહીં વડા બનાવવા માટે સૌ પ્રથમ બાફેલા બટાકાના ક્રશમાં સ્વાદ પ્રમાણે મીઠું,આદુ, લીલા મરચા,લીંબુના ફૂલ ,ખાંડ,કોથમીર ,ગાજર અને વટાણા મિક્સ કરી લો અને તેમાંથી નાના નાના ગોળા વાળી લો.

બહાર ના પડ માટે:

ક્રશ કરેલી અડદ ની દાળ ને જરૂર પ્રમાણે પાણી નાખી ૪ થી ૫ મિનીટ માટે ફીણી લો.(પાણી ધીમે ધીમે જરૂર પ્રમાણે નાખવું). હવે સ્ટફિંગ ના તૈયાર કરેલા ગોળા લઇ તેની ઉપર અડદ ની દાળ ના ખીર નું બટાકા વડા ની જેમ કોટિંગ કરી. તેને ગરમ તેલ માં મધ્યમ તાપે આછા બદામી રંગ ના તળી લો. તૈયાર વડા ને ૫ થી ૧૦ મિનીટ માટે પાણી માં પલાળી લો.ત્યાર બાદ તેને પાણી માંથી બહાર કાઢી હળવે હાથે દબાવી લો. હવે સ્ટફિંગ વાળા વડા ને સર્વિંગ પ્લેટ માં મૂકી તેની પર તૈયાર કરેલું દહીં રેડો. ત્યાર બાદ તેની પર ખજુર-આંબલી ની ચટણી, કોથમીર મરચા ની ચટણી, લાલ મરચું પાવડર, કોથમીર અને નાયલોન સેવ તથા બુંદી વડે ગાર્નીશ કરી સર્વ કરો. 

Saturday, September 20, 2014

જલેબી-

જલેબી-
સામગ્રી-
જલેબી માટે-
-100 ગ્રામ મેંદો
-2 ટીસ્પૂન ચણાનો લોટ
-1 ટીસ્પૂન ચોખાનો લોટ
-1/4 ટીસ્પૂન એલચી પાવડર
-1 ચપટી ઓરેન્જ ફૂડ કલર
-1 ટીસ્પૂન દહીં
-પાણી જરૂર પ્રમાણે
-ઘી તળવા માટે
ચાસણી માટે-
-150 ગ્રામ ખાંડ
-11/2 ટીસ્પૂન એલચી પાવડર
-1 ચપટી ઓરેન્જ ફૂડ કલર
-10 થી 15 નંગ કેસરના રેસા
ગાર્નીશિંગ માટે-
-એલચી પાવડર
-બદામની સ્લાઈસ
-પીસ્તાની સ્લાઈસ
-કેસરના રેસા
અમારું પેઈજ અહી લાઈક કરો રસોઈની રાણી
રીત-
સૌપ્રથમ મેંદામાં એલચી પાવડર, ફૂડ કલર અને દહીં નાખી હલાવી લો. પાણીની મદદથી રોટલીના લોટ જેવું ખીરું તૈયાર કરવું. ખીરું ઢીલું ન થાય તેનું ધ્યાન રાખવું. તૈયાર ખીરાને ઢાંકીને ૨૪ કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવું. કબાટ કે સ્ટોર રૂમ જેવી ગરમ જગ્યાએ મુકવું. ૨૪ કલાક પછી ખોલીને ચેક કરવું ઉપર જો તર થઇ ગઈ હોય તો તેને કાઢી લેવી. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને ગરમ ઘી નાખીને ફીણી લેવું. તૈયાર ખીરાને કેચપની બોટલ કે પ્લાસ્ટિકના કોનમાં ગરમ ઘીમાં જલેબી પાડી ધીમા તાપે તળી લેવી. બરાબર કડક થઇ જાય એટલે કાઢીને ૨ થી ૩ મિનીટ માટે ગરમ ચાસણીમાં બોળી બહાર કાઢી લેવી. હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડુબે તેટલું પાણી લઇ તેની ૧ ૧/૨ તાર ની ચાસણી બનાવવી. ચાસણી તૈયાર થઇ જાય એટલે તેમાં એલચી પાવડર, કેસર અને ઓરેન્જ ફૂડ કલર નાખવો. તૈયાર જલેબીને બાદમ, પીસ્તાની સ્લાઈસ, કેસર અને એલચી પાવડર તથા એલચીના દાણાથી ગાર્નીશ કરી સર્વ કરો.

મેવા છાશ સૂપ"

સામગ્રી-
-4 કપ છાશ
-1 કપ ક્રીમ
-1 ચમચો માખણ
-1 ચમચો કાજુનો પાઉડર
-1 ચમચો વાટેલી બદામ
-1 ચમચો વાટેલાં પીસ્તાં
-1 ચમચો તળીને વાટેલા મખાના
-2 થી 3 લવીંગ
-1 ચમચી મીઠું
-1 ચમચી મરીનો પાઉડર
-1/2 અડધી ચમચી શેકીને વાટેલું જીરૂં
-1 લીંબુનો રસ
-5 થી 6 બદામ
-5 થી 6 પિસ્તાં
આવી મસ્ત રેસીપી જોઈએ છે ? આ લીંક છે અમારી રસોઈની રાણી
રીત-
સૌપ્રથમ માખણ ગરમ કરી, તેમાં લવીંગનો વઘાર કરો. તેમાં બધો વાટેલો સૂકો મેવો નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી આંચ પરથી ઉતારી લો. તેમાં છાશ
અને ક્રીમ નાખો. લીંબુનો રસ, મીઠું અને મસાલો નાખી એકરસ કરો. મેવાથી સજાવટ કરો અને પીરસો.

Friday, September 19, 2014

સ્પ્રાઉટેડ બીન્સ સલાડ"

 "સ્પ્રાઉટેડ બીન્સ સલાડ"
સામગ્રી-
-300 ગ્રામ કોબીજ
-100 ગ્રામ ફણગાવેલા મગ
-100 ગ્રામ ફણગાવેલા મઠ
-1 ચમચો ઝીણી સમારેલી ડુંગળી
-1 ચમચો ઝીણા સમારેલા ટામેટાં
-1 ચમચી મરચાના પીસ
-1/2 વાટકી કોથમીર સમારેલી
-50 ગ્રામ ફણગાવેલા સોયાબીન
-50 ગ્રામ બાફેલી મકાઇના દાણા
-2 ચમચી લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-મરચું
-જીરું
અમારું પેઈજ ગમ્યું ને ? આ રસોઈની રાણી લીંક પર લાઈક કરો અને જોડાઈ જાવ !
રીત-
સૌપ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને થોડું મીઠું નાખીને બાફી લો. કોબીજને ઝીણી સમારી લો. એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરુંનો વધાર કરો.
તેમાં મરચાના ઝીણાં ટુકડા અને મીઠા લીમડાનો વધાર કરો. તેમાં કોબીજ અને ડુંગળીને સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટાં પણ ઉમેરો.અંતમાં બાફેલા મગ, મઠ
અને સોયાબીન તેમજ બાફેલી મકાઇના દાણા નાખીને હળવેથી હલાવો. થોડીવાર ગરમ થવા દો અને પછી તેમાં આદું-મરચાં, મીઠું, લીંબુનો રસ નાખીને હલાવો.
બરાબર હલાવીને બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર ભભરાવીને તેનો સ્વાદ માણો.

પનીર ટિક્કા રૂમાલી'





સામગ્રી 
350 ગ્રામ કાપેલું પનીર(ચાર ઇંચ લાંબા અને 1/8ની સાઇઝના ટૂકડાં)
તેલ

ફિલિંગ
અડધો કપ કોથમરી અને ફુદીનાની ઘટ્ટ ચટણી
અડધો કપ પીસેલા બાફેલા વટાણા
અડધો કપ બાફેલા ફ્રેન્ચ બીન્સ
1/4 કપ બાફીને મેશ કરેલા મકાઇના દાણાં

સીઝનિંગ
અડધી ચમચી ચાટ મસાલો
1/4 ચમચી આમચુર પાવડર
1/4 ચમચી સફેદ મરીનો પાવડર
સ્વાદ અનુસાર મીઠું

ગાર્નિશિંગ
કચુંબર સેલેડ.

બનાવવાની રીત 
પનીર ટૂકડામાં ન કાપેલા હોય તો કાપી લો.
એક વાટકામાં કોથમીર અને ફુદીનાની ચટણી નાંખો અને તેમાં વટાણા, બીન્સ અને મકાઇના દાણા મિક્સ કરો.
સીઝનિંગ માટે બધા મસાલાને નાંખીને મિક્સ કરો.
હવે સીઝનિંગને ચપ્પાની મદદથી પનીરના ટૂકડાં પર લગાવો.
એક બાજુથી પનીરને અંદરની તરફ રોલ કરવાનું શરૂ કરો.
પનીર રોલ પર થોડું તેલ છાંટીને પાંચથી દસ મિનિટ સુધી ગ્રીલ કરો અને ધીમે-ધીમે ફેરવો.
પનીર સામાન્ય ભૂરા રંગનું થાય ત્યાંસુધી ગ્રીલ કરો જેનાથી તે ક્રિસ્પી થાય અને કચુંબર સેલેડ સાથે ગરમાગરમ સર્વ કરો.(રોટલીમાં તમે ઘરે બનાવેલી ઘઉંની તેમજ મેંદાની રોટલી સાથે પણ ખાઇ શકો છો પરંતુ મેંદામાં વધારે ટેસ્ટી લાગશે)

Thursday, September 18, 2014

પનીર હાંડી -


પનીર હાંડી -
સામગ્રી:-
10-12 ટુકડા પનીર
1 કપ ટમેટા જીણા સમારેલા
2 લીલા મરચા
આદુ નાનો ટુકડો
7-8 કળી લસણ
1 તમાલપત્ર
4-5 દાણા મરી
2 ટૂકડા તજના
3 લીલી ઈલાયચી
4 લવિંગ
1 ટેબલસ્પૂન લાલ મરચાનો પાવડર
મીઠું સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન સૂકી મેથી
1/2 કપ તાજી મલાઈ
રીત:-
-ટમેટાને ધોઈને, કાપીને પછી પીસીને પેસ્ટ બનાવી લો. લીલા મરચાંને ધોઈને, દાંડલી કાપીને સમારી લો.
-આદુને ધોઈને છાલ ઉતારીને છીણી લો. લસણની છાલ ઉતારીને વાટી લો.
-આદુ અને લસણને ભેળવીને પેસ્ટ બનાવી લો.
-પેનમાં તેલ ગરમ કરો, તેમાં તમાલપત્ર, મરી, તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરો.
-આદુ અને લસણની પેસ્ટ અને લીલા મરચા નાંખીને હલાવો.
-ટમેટાની પેસ્ટ, લાલ મરચાનો પાવડર, મીઠું અને 1/2 કપ પાણી ઉમેરો 5 મિનીટ તેને સીજવા દો
-મેથી અને પનીરના ટુકડા ઉમેરીને વધુ 10 મિનીટ સુધી પકાવો.
-પનીર પર તાજી મલાઈ ઉમેરીને 2 મિનીટ સુધી પાકવા દો.
-ચપાટી સાથે ગરમ ગરમ સર્વ કરો

"ઈડલી પોંડલી" :

"ઈડલી પોંડલી" :
=======================================
સામગ્રી-
-1/2 કપ અડદની દાળ
-1/4 કપ ચણાની દાળ
-20 નંગ સૂકાં લાલ મરચાં
-1/4 ટીસ્પૂન હિંગ
-1 ટીસ્પૂન તલ
-1 ટેબલસ્પૂન નાળિયેરની છીણ
-2 ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ એક કડાઈમાં એકાદ ચમચી જેટલું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બધી જ સામગ્રી ઉમેરીને રોસ્ટ કરો. બધી જ સામગ્રી લાઈટ બ્રાઉન રંગની થાય અને તેમાંથી એક સરસ સુગંધ આવે ત્યાં સુધી તેને રોસ્ટ કરો. ત્યાર બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દો. હવે તેને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને પાવડર બનાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મસાલો. આ મસાલાને ઈડલી, ઢોંસા કે વડા પર ભભરાવીને ખાવાની ખુબ જ મજા પડે છે. અથવા તો તમે મસાલામાં થોડુંક તેલ ઉમેરીને તેને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો.