પકોડા કઢી
» સામગ્રી:
• ચણાનો લોટ : 200 ગ્રામ
• થોડુ ખટાશ વાળુ દહીં : 400 ગ્રામ
• તેલ : 1 ટેબલ સ્પૂન
• જીરૂં : 1/2 ટી સ્પૂન
• લાલ મરચું પાવડર : 1/4 ટી સ્પૂન
• મેંથીના દાણા : 1/2 ટી સ્પૂન
• લીલા મરચાં : 2 થી 3 નંગ
• તેલ : જરૂર મુજબ
• મીઠું : સ્વાદાનુસાર
• કોથમીર
• થોડુ ખટાશ વાળુ દહીં : 400 ગ્રામ
• તેલ : 1 ટેબલ સ્પૂન
• જીરૂં : 1/2 ટી સ્પૂન
• લાલ મરચું પાવડર : 1/4 ટી સ્પૂન
• મેંથીના દાણા : 1/2 ટી સ્પૂન
• લીલા મરચાં : 2 થી 3 નંગ
• તેલ : જરૂર મુજબ
• મીઠું : સ્વાદાનુસાર
• કોથમીર
» રીત:
1) સૌથી પહેલા કઢી બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં પાણી ઉમેરીને જાડૂ ખીરૂ તૈયાર કરો. લોટની કણી ન રહી જાય ઍટલા માટે આ ખીરાને બરાબર ફેટી લો. ત્યાર બાદ આ ખીરાને બે ભાગમાં વહેંચી લો.
2) હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલા ચણાના લોટમાંથી નાના નાના ભજીયા ઉતારો. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
3) ત્યાર બાદ તેને તેલમાંથી કાઢીને સાઈડ પર મૂકી દો.
4) હવે દહીંને એક વાસણમાં લઈને બરાબર વલોવી લો. ચણાના લોટના ખીરાનો જે એક ભાગ વધ્યો છે તેને આ દહીંમાં બરાબર મિક્ષ કરો. તેમા થોડુ પાણી ભેળવી ને ફરીથી બરાબર મિક્સ કરો.
5) હવે બીજા એક વાસણમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં મેથી અને જીરૂં ઉમેરો. બંન્ને લાલ થાય એટલે તેમાં લીલા મરચાં, હળદર અને લાલ મરચું પાવડર નાખીને સાંતળો. લગભગ અડધી મિનિટ બાદ તેમાં દહીંનું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. થોડી થોડી વારે કઢીને બરાબર હલાવતા રહો.
6) ઉભરો આવી જાય ઍટલે ગેસ ધીમો કરો, તેમાં તૈયાર કરેલી પકોડી નાખીને ધીમે-ધીમે ચમચાથી હલાવો. કઢીમાં ફરીથી ઉભરો આવે એટલે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો.
7) આ રીતે જ કઢીને દસથી પંદર મિનિટ ઉકળવા દો. થોડી થોડી વારે હલાવતા રહો.
8) તૈયાર છે પકોડા કઢી, કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો પકોડા કઢી.

સૌજન્ય : રસોઈની રાણી
No comments:
Post a Comment