પાલક-મગદાળના પરાઠા
સામગ્રી :
મગની બાફેલી દાળ : ૧ કપ
ઝીણી સમારેલી પાલક : ૧/૨ કપ
ઘઉંનો લોટ : ૨ કપ
મરચાની પેસ્ટ, હળદર, મીઠું, લાલ મરચા પાઉડર : સ્વાદ પ્રમાણે
મોણમાં નાખવા તેલ
ઝીણી સમારેલી પાલક : ૧/૨ કપ
ઘઉંનો લોટ : ૨ કપ
મરચાની પેસ્ટ, હળદર, મીઠું, લાલ મરચા પાઉડર : સ્વાદ પ્રમાણે
મોણમાં નાખવા તેલ
રીત :
ઘઉંના લોટમાં મોણ માટે તેલ, મગની બાફેલી દાળનો લચકો, સમારેલી પાલક, મરચાની પેસ્ટ અને બીજો મસાલો ઉમેરીને મિક્સ કરો. હવે આ મિશ્રણમાં પાણી નાખી ની થોડો ઢીલો લોટ બાંધો. આ લોટ ને થોડા સમય માટે ઢાંકીને મૂકી દો.
થોડા સમય બાદ તેના લુઆ વાળીને થોડા જાડા પરાઠા વણો. આ પરાઠા ની લોઢિમા તેલ થી ધીમા તાપે શેકો. તૈયાર થયેલ આ પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો. મગની દાળ અને પાલક બન્ને પોષણમૂલ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે.
થોડા સમય બાદ તેના લુઆ વાળીને થોડા જાડા પરાઠા વણો. આ પરાઠા ની લોઢિમા તેલ થી ધીમા તાપે શેકો. તૈયાર થયેલ આ પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો. મગની દાળ અને પાલક બન્ને પોષણમૂલ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે.
No comments:
Post a Comment