4 વ્યક્તિઓ માટે ચટપટી ભેળ બનાવવાની રીત
ભેળ બનાવવા માટેની સામગ્રી:
500 ગ્રામ મમરા
(શેકી ને વઘારેલા)
250 ગ્રામ કપ ભેળ ની સેવ
20-25 ભેળની પૂરી
1 ઝીણી સમારેલી ડુંગળી
થોડી ઝીણી સમારેલી કોથમીર
1 ઝીણું સમારેલું બીટ
1ઝીણું સમારેલું ટમેટું
થોડા બદામનાં દાણાં
સર્વ કરવા માટે:
ખજુર આંબલીની ચટણી
કોથમીરની ચટણી
લસણની ચટણી
ગાર્નીશિંગ માટે:
નાયલોન સેવ
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ઝીણી સમારેલી કોથમીર
1 ઝીણું સમારેલું બીટ
1 ઝીણું સમારેલું ટામેટું
ભેળ બનાવવા માટેની રીત:
-એક મોટા વાટકામાં મમરા,સેવ,ડુંગળી,કોથમીર,બીટ,ટામેટા,કેપ્સીકમ અને પલાળેલા શીંગદાણા ભેગા કરી હલાવી લો.
-ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે ખજુર-આંબલીની ચટણી,કોથમીરની ચટણી અને લસણની ચટણી ઉમેરી બરોબર હલાવી લો.
-એક બાઉલમાં દબાવી ભરી લો ત્યારબાદ તેને અનમોલ્ડ કરી તેની પર નાયલોન સેવ ભભરાવી દો
-ઝીણી સમારેલી ડુંગળી,કોથમીર અને બીટ વડે ગાર્નીશ કરી તરત જ સર્વ કરો.
કોથમીર ફુદીનાની ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧ કપ સમારેલી કોથમીર
૧/૨ કપ સમારેલી ફુદીનો
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ તી.સ્પૂન શેકેલા જીરું નો ભૂકો
૧ ટેબ.સ્પૂન દહીં
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો
કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની રીત:
-ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સરમાં ક્રશ કરી લેવી.
ખજુર–આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી:
૨૫૦ ગ્રામ ખજુર
૧૦૦ ગ્રામ આંબલી
૨ નંગ ટામેટા
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટી.સ્પૂન લાલ મરચા નો પાવડર
૧ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
૧૦૦ ગ્રામ ગોળ
ખજુર – આંબલી ની ચટણી બનાવવા માટેની રીત:
-સૌ પ્રથમ ખજુર અને આંબલી ને ધોઈ,બીયા કાઢીલો,
-ટામેટાને પણ ધોઈ,ટુકડા કરી કૂકર માં એક વ્હીસલ વગાડી દો.
-ત્યારબાદ તેને ક્રશ કરી ગાળીલો અને પછી તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી ગેસ પર ઉકાળવા મુકો.
-હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરચું,જીરું પાવડર અને ગોળ ઉમેરી દો.ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળવા દો.
-ઠંડી પડે પછી ઉપયોગમાં લેવી.
લસણની લાલ ચટણી બનાવવા માટેની સામગ્રી:
૧૦ કળી લસણ
સ્વાદ પ્રમાણે મીઠું
૩ ટેબ.સ્પૂન લાલ મરચું પાવડર
૨ ટેબ.સ્પૂન તલ
લસણ ની લાલ ચટણી બનાવવા માટેની રીત:
ઉપર ની બધી જ સામગ્રી ભેગી કરી ક્રશ કરી લો.પાણી બને તેટલું ઓછું નાખો.ચટણી વાપરતી વખતે જરૂર પુરતુંપાણી નાખવું.
No comments:
Post a Comment