Wednesday, August 27, 2014

બાજરીના વડા




ટાઢી સાતમે ખવાય તેવાં 'બાજરીનાં વડા' બનાવવાની રીત

સામગ્રી- 

500 ગ્રામ બાજરીનો લોટ
200 ગ્રામ ખાટું દહીં
આદું-મરચાંની પેસ્ટ
મીંઠુ સ્વાદાનુસાર
મેથીની ભાજી
તલ
7/8 કળી લસણ
ચપટી હીંગ
ચપટી હળદર 

રીત-  
-સૌપ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી.
-ત્યાર બાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો.
-ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે હાથથી થેપીને વડા તૈયાર કરો
-હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો
-ધીમી આંચે આ વડા ફ્રાય કરો
-લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.

No comments:

Post a Comment