http://sandesh.com/article.aspx?newsid=2980844
અમદાવાદ, 30 ઓગસ્ટ
ગણેશ ચતુર્થી હોય અને મોદકનો પ્રસાદ ના હોય તો તે ગણેશ ચતુર્થી અધૂરી અધૂરી લાગે છે. બાપ્પાને લાડવાનો પ્રસાદ ખૂબ પસંદ હોય છે. મહારાષ્ટ્રમાં અને મરાઠી લોકો ગણેશ ચતુર્થીનું પર્વ ધામ ધૂમથી ઉજવે છે પરંતુ હવે તો ગુજરાતીઓ પણ તેમાં પાછાં પડે તેમ નતી. બાપ્પાને પ્રસાદમાં વિવિધ પ્રકારના લાડવા ધરાવવામાં આવે છે. આ લાડુમાં લાકડશી લાડુ, બુંદીના લાડુ, ખાંડના લાડુ, ઘઉંના કકરા લોટના લાડુ, ચણાના લોટના લાડુ અને ખાસ ચોખામાંથી બનાવવામાં આવેલા મોદકનો પણ સમાવેશ થાય છે. તો આવો આજે જાણીએ કે મહારાષ્ટ્રીયની ખાસ મીઠાઈ મોદક કેવી રીતે બનાવવામાં આવે છે.
સામગ્રી :
૨ કપ ચોખા,
૩ ટેબલસ્પૂન ઘી,
નંગ-૧ નાળિયેર,
૨ કપ ખાંડ અથવા ગોળ,
૧/૪ કપ ખસખસ,
૧ ટી.સ્પૂન એલચીનો ભૂકો.
પદ્ધતિ: ચોખાને ધોઈ, સૂકવી, દળાવવા. બારીક ચાળણીથી લોટ ગાળી લેવો. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે નાળિયેરનું ખમણ,ખાંડ અથવા ગોળ, ખસખસ અને એલચીનો ભૂકો નાખી, લોચો થાય એટલે ઉતારી લેવું. જેટલા કપ લોટ હોય તેટલા કપ પાણી લઈ ઉકાળવું. તેમાં ચપટી મીઠું અને બે ચમચા ઘી નાખવું. ઊકળે એટલે તપેલી નીચે ઉતારી, તેમાં લોટ નાખવો. બરાબર હલાવી, ધીમા તાપ ઉપર સીઝવા મૂકવો. એક બાફ આવે એટલે ઉતારી, ઠંડો પડે એટલે મસળવો. પછી તેમાંથી લુઓ લઈ, હાથથી વાડકી આકાર કરી, તેમાં સારણ (પૂરણ) ભરી, પુરીનો છેડો થોડે થોડે અંતરે દાબીને મોં બંધ કરવું એટલે મોદકનો આકાર થશે. પછી બધા મોદક વરાળથી બાફી, ઘી લગાવી દેવું અને શ્રી ગણપતિજીને પ્રસાદ ધરવો.