જો તમે વર્કિંગ વુમન હોવ કે, તમારા પતિ રોજ ટિફિન લઈને જતાં હોય તો રોજ પ્રશ્ન થતો હશે કે આજે ટિફિનમાં શું આપું? અને એમાં પણ જો રસાવાળા શાક હોય તો રોજ ટિફિનમાંથી લીક થવાનો ભય રહેતો હોય છે. એમાં વળી સવાર-સવારના પોરમાં સમય પણ ઓછો હોય છે અને કંઈક નવું પણ બનાવું છે. તો આજે અમે તમને બનાવતા શીખવીશું 10 પ્રકારના સરળ અને સૂકાં શાક. આ શાક બનાવવામાં ટાઈમ ઓછો થાય છે. અને સ્વાદમાં પણ બેસ્ટ છે. આ શાક લંચ બોક્ષમાં લઈ જશો અથવા તો પતિને ભરીને આપશો તો ચોક્કસ વાહ-વાહ મળશે જ. તો થઈ જાવ તૈયાર ઈઝીલી, ડિફરન્ટલી, ટેસ્ટી શબ્જી.
આલુ ચોખા-
સામગ્રી-
-6 નંગ ચોખા
-1 ટી સ્પૂન રાઈ
-1 નંગ ડુંગળી
-1 નાનો કટકો આદું
-6 કળી લસણ
-3 લીલા મરચાં
-1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન જીરૂં પાવડર
-1/2 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટેબલ સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
રીત-
સૌપ્રથમ ચોકાને ધોઈને પલાળી લો. ત્યાર બાદ બટાટાને ધોઈને પ્રેશર કૂકરમાં બાફી લો. લગભગ ત્રણેક સીટી વગાડો. કૂકરમાંથી હવા નીકળી જાય એટલે બટાટાને બહાર કાઢીને તેની છાલ કાઢી લો. ત્યાર બાદ તેને મેશ કરી લો. ત્યાર બાદ આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને લીલા મરચાં નાંખીને બરાબર સાંતળો. રાઈ તતળે એટલે તેમાં ડુંગળી નાંખીને ધીમા તાપે બે એક મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ આદું-મરચાંની પેસ્ટ નાંખો. હવે તેમાં મેસ કરેલા બટાટા નાખીને બરાબર મિક્ષ કરો. લગભગ એકાદ મિનિટ સુધી ધીમા તાપે સાંતળો. હવે તેમાં બધા જ મસાલા નાખીને બરાબર હલાવો. જરૂર લાગે તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાંખો. હવે તેમાં ચોખા નાંખીને ફરીથી બરાબર હલાવો. ધીમા તાપે પાંચેક મિનિટ સુધી ચઢવા દો. શાકને સતત હલાવતા રહો જેથી બટાટા તળિયે ચોંટવા ન લાગે. ચોખા અને બટાટા બરાબર ચઢી જાય એટલે કોથમીર નાંખીને સર્વ કરો.

ટેંગી આલુ ટમાટર-
સામગ્રી-
-5 નંગ બટાટા
-2 નંગ ટામેટાં
-2 લીલા મરચાં
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન હળદર
-1/2 ટી સ્પૂન ગરમ મસાલો
-1/2 ટી સ્પૂન જીરૂં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ બટાટાને ધોઈને તેના ચાર કટકા થાય તે રીતે કાપી લો. ત્યાર બાદ તેને કૂકરમાં બાફી લો. લગભગ ત્રણથી ચાર સીટી વગાડો. કૂકરમાંથી હવા નીકળી જાય એટલે બટાટાની છાલ કાઢી લો. આ દરમિયાન એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં નાંખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ટામેટાં અને લાલ મરચું પાવડર નાખીને બરાબર હલાવો. ધીમા તાપે લગભગ પાંચેક મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં હળદર અને મીઠું નાખીને ફરીથી બરાબર મિક્ષ કરીને બે મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં લીલા મરચાં, હળદર અને ગરમ મસાલો નાખીને ફરીથી બધું જ બરાબર મિક્ષ કરીને ચઢવા દો. લગભગ બે મિનિટ બાદ તેમાં બટાટા નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. જો તમે ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો તેમાં થોડું પાણી નાખી શકો છો. આ ટેંગી આલુ-ટમાટર શબ્જીને રોટી કે રાઈસ સાથે સર્વ કરી શકો છો.

આલુ જેલફ્રિજી-
સામગ્રી-
-8 નંગ બટાટા
-2 નંગ ડુંગળી
-1 કટકો આદું
-6 કળી લસણ
-1 નંગ ટામેટું
-3 લીલા મરચાં
-2 ટેબલ સ્પૂન ટામેટાંની પ્યોરી
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન કરી પાવડર
-11/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન ગરમ મસાલો
-1 ટી સ્પૂન જીરૂં
-1/2 ટી સ્પૂન રાઈ
-1 ટેબલ સ્પૂન કસૂરી મેથી
-1 તમાલપત્ર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-પાણી જરૂર મુજબ
રીત-
સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં, મેથી અને તમાલપત્ર નાખો. હવે તેમાં સમારેલી ડુંગળી, લસણ અને આદું નાખીને બરાબર મિક્ષ કરો. ધીમા તાપે ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. બીજી તરફ બટાટાને ધોઈને ચાર કટકા કરીને એક બાજુ પર રાખી દો. ડુંગળી ચઢી જાય એટલે તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર, કરી પાવડર અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરો. હવે તેમાં ટામેટાં નાખીને ધીમા તાપે લગભગ ચારેક મિનિટ સુધી ચઢવા દો. એક વાર ટામેટાં ચઢી જાય એટલે તેમાં ટામેટાંની પ્યોરી નાખીને બરાબર હલાવીને ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં બટાટા નાખો. ધીમે રહીને તેને મિક્ષ કરો અને લગભગ ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. ગેસ બંધ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

ક્રિસ્પી ગોબી-મટર-
સામગ્રી-
-250 ગ્રામ ફ્લાવર
-100 ગ્રામ લીલા વટાણા
-3 નંગ લીલા મરચાં
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન લાલ મરચું
-1/2 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન ગરમ મસાલો
-1 ટી સ્પૂન જીરૂં
-1 તમાલપત્ર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ ફ્લાવરને અડધો કલાક માટે ગરમ પાણીમાં મૂકી દો. આનાથી ફ્લાવરના કારણે પેટમાં જે ગેસ થાય છે તે નહીં થાય. સાથે-સાથે ગરમ પાણીમાં મૂકવાથી ફ્લાવર જલ્દી ચઢી જશે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને તમાલપત્ર નાખો. હવે તેમાં ફ્લાવર નાખીને ધીમાં તાપે લગભગ પાંચેક મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર હલાવીને ધીમા તાપે ચઢવા દો. ફ્લાવર ચઢી જાય એટલે તેમાં લીલા વટાણા, લીલા મરચાં નાખીને ફરીથી બરાબર હલાવીને લગભગ ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર નાખીને ફરીથી બરાબર હલાવી લો. લગભગ ત્રણેક મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

ટેંગી ભીંડા મસાલા-
સામગ્રી-
-500 ગ્રામ ભીંડા
-1 નંગ ડુંગળી
-2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
-1 ટી સ્પૂન લાલ મરચું
-1 ટી સ્પૂન આમચૂર પાવડર
-1/2 ટી સ્પૂન જીરૂં
-1/2 ટી સ્પૂન ધાણા પાવડર
-2 નંગ લીલા મરચાં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ ભીંડાને બરાબર ધોઈને સાફ કરી લો. ત્યાર બાદ સૂકા કપડાંથી લૂછી લો. 15 મિનિટ સુધી કોરા પડવા દો. ત્યાર બાદ ભીંડા કટ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. ત્યાર બાદ તેમાં ભીંડા અને ડુંગળી નાંખીને લગભગ 5 મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો. જોવું ભીંડા ચઢી ગયા છે કે નહીં. ન ચઢયા હોય તો ફરીથી ચઢવા દેવા. ભીંડા ચઢી ગયા બાદ હવે તેમાં ચણાનો લોટ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, આમચૂર અને મીઠું નાંખીને બરાબર હલાવો. ચારેક મિનિટ સુધી તેને ચઢવા દો. ચણાના લોટની સુગંધ આવવા લાગે એટલે સમજવું કે શાક ચઢવા આવ્યું છે. ચણાનો લોટ લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ત્યાર બાદ ગેસ બંધ કરીને શાક ઠંડુ થાય એટલે ટિફિનમાં ભરવુ.

ક્રિસ્પી આલુ-બીન્સ શબ્જી-
સામગ્રી-
-5 નંગ બટાટા
-10 થી 12 નંગ બીન્સ
-2 નંગ લીલા મરચા
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન જીરૂં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જ્યારે જીરૂં લાલ થવા લાગે એટલે તેમાં સમારેલા બટાટા નાંખો. લગભગ પાંચેક મિનિટ સુધી ધીમાં તાપે ચઢવા દો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી બિન્સ અને લીલા મરચાં નાખો. બંનેને બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં મીઠું અને હળદર નાખી ફરીથી બરાબર મિક્ષ કરો. હવે ધીમાં તાપે શાકને પેનને ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી ચઢવા દો. જો બટાટા અને બીન્સ બરાબર ચઢી ગયા હોય તો, તેમાં લાલ મરચું પાવડર અને ધાણા પાવડર નાખીને બરાબર હલાવો. ત્યાર બાદ લગભગ 2 મિનિટ સુધી શાકને ચઢવા દો પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમા-ગરમ ક્રિસ્પી આલુ-બીન્સ શબ્જી. જેને તમે રોટી કે ભાત સાથે પરોસી શકો છો.

મટર-પનીર ડ્રાય-
સામગ્રી-
-1 કપ પનીર
-1 કપ વટાણા
-2 નંગ ડુંગળી
-1 નંગ ટામેટું
-1/2 કપ દૂધ
-1 નાનો કટકો આદું
-5 કળી લસણ
-1/4 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન ગરમ મસાલો
-1 ટી સ્પૂન ધાણા પાવડર
-1/2 ટી સ્પૂન જીરૂં
-1 તમાલપત્ર
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
-તેલ જરૂર મુજબ
રીત-
એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર નાખો. હવે તેમાં ડુંગળી, આદું અને લસણ નાખીને લગભગ એકાદ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં લીલા વટાણા નાંખીને બે એક મિનિટ સુધી ચઢવા દો. જ્યારે વટાણા અધકચરા ચઢી જાય એટલે તેમાં ટામેટાં, હળદર, પનીર અને મીઠું નાંખીને બરાબર હલાવો. પનીરને ફ્રાય થવા દો. હવે તેમાં લાલ મરચું પાવડર, જીરૂં પાવડર, પાણી અને દૂધ નાંખીને બરાબર મિક્ષ કરીને પાંચેક મિનિટ સુધી ચઢવા દો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં ગરમ મસાલો નાંખીને ફરીથી એકાદ મિનિટ સુધી ચઢવા દો. મટર-પનીર ડ્રાય તૈયાર છે.

વટાણા-ટામેટાનું શાક-
સામગ્રી-
-1 કપ વટાણા
-4 નંગ ટામેટાં
-3 નંગ લીલા મરચાં
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન જીરૂં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થવા લાગે એટલે તેમાં ટામેટા નાંખીને ધીમા તાપે લગભગ ચારેક મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ તેમાં લીલા વટાણા અને લીલા મરચાં નાખો. બધું બરાબર મિક્ષ કર્યા બાદ તેમાં હળદર અને મીઠું નાખી હલાવીને ફરીથી લગભગ પાંચેક મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. એક વાર ટામેટા અને વટાણા ચઢી ગયેલા લાગે એટલે તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર નાખી ફરીથી બરાબર હલાવીને ત્રણેક મિનિટ માટે ચઢવા દો. તૈયાર છે વટાણા ટામેટાનું ટેસ્ટી શાક.

ક્વિક દમ આલુ-
સામગ્રી-
-5 નંગ બટાટા
-2 નંગ ડુંગળી
-2 નંગ ટામેટાં
-6 કળી લસણ
-1 ટી સ્પૂન જીરૂં
-3 નંગ લીલા મરચાં
-1 ટી સ્પૂન હળદર પાવડર
-2 ટી સૂપન લાલ મરચું
-2 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન ગરમ મસાલો
-1 તમાલપત્ર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-પાણી જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ બટાટાને ધોઈને બે ભાગમાં કટકા કરી લો. ત્યાર બાદ તેને કૂકરમાં બાફી લો. પાંચેક સીટી વગાડો. આ દરમિયાન ડુંગળી, લસણ, લીલા મરચાં, હળદર, જીરૂં, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને પાણી ભેગું કરીને પેસ્ટ બનાવી લો. કૂકર ઠંડુ થઈ જાય એટલે બટાટા બહાર કાઢીને તેને છાલ કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બટાટા લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેને કાઢીને એકબાજુ મૂકી દો. હવે ફરીથી પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં અને તમાલપત્ર નાખો. હવે તેમાં પેસ્ટ નાંખીને દસેક મિનિટ માટે ચઢવા દો. હવે ટામેટાંની પેસ્ટ બનાવીને તેમાં ઉમેરો. બંનેને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં ગરમ મસાલો નાખી ફરીથી બરાબર મિક્ષ કરો. તેને પાંચેક મિનિટ ચઢવા દો. હવે તેમાં ફ્રાય કરેલા બટાટા નાંખી ને ફરીથી બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાંખીને ચઢવા દો. લગભગ ત્રણેક મિનિટ બાદ ગેસ બંધ કરી દો. લીલા ધાણાથી ગાર્નિશ કરો.

દહીં-ચણાનું શાક-
સામગ્રી-
-200 ગ્રામ ચણા
-2 નંગ ડુંગળી
-3 લીલા મરચાં
-1 નંગ ટામેટું
-1 નાનો ટુકડો આદું
-5 કળી લસણ
-2 ટેબલ સ્પૂન દહીં
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન ગરમ મસાલો
-1 ટી સ્પૂન ચણાનો મસાલો
-1/2 ટી સ્પૂન જીરૂં
-1 ઈંચ તજનો ટુકડો
-1 તમાલપત્ર
-3 નંગ લવિંગ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ ચણાને કૂકરમાં મીઠું અને હળદર નાંખીને બરાબર બાફી લો. લગભગ સાતેક સીટી વગાડો. આ દરમિયાન ડુંગળી, લીલા મરચાં, આદું અને લસણને ભેગા કરીને ગ્રાંઈડ કરી લો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. હવે ટામેટાંને ગ્રાંઈડ કરી લો. ટામેટાંની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં, તમાલપત્ર, તજ અને લવિંગ નાંખો નાંખો. જ્યારે જીરૂં ગરમ થવા લાગે એટલે એમાં ડુંગળીવાળી પેસ્ટ નાખો. બરાબર મિક્ષ કરીને બે એક મિનિટ સુધી ચઢવા દો. ડુંગળીની પેસ્ટ લગભગ લાઈટ બ્રાઉન રંગની થઈ જાય એટલે તેમાં હળદર અને મીઠું નાંખો. બરાબર મિક્ષ કરીને ફરીથી એકાદ મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં ટામેટાની પ્યોરી નાંખો. ગેસના તાપને ફાસ્ટ કરો. એકાદ મિનિટ સુધી ચઢ્યા બાદ તેમાં દહીં નાખો. દહીં નાખ્યા બાદ બરાબર હલાવતા રહો જેથી દહીં ચોંટે નહીં. હવે કૂકરમાંથી ચણા કાઢીને તેને પેનમાં નાંખો. ચણાને પાણી સાથે પેનમાં નાખો. હવે તેને ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને કોથમીર નાખી ગાર્નિશ કરો.

સવારના નાસ્તા માટે બનાવો 10 પ્રકારની હેલ્થી અને ટેસ્ટી વાનગી
સવારના નાસ્તામાં કોઇ ફાસ્ટફૂડ અથવા તળેલી ચીજવસ્તુઓ પીરસી દેવાથી નાસ્તાનું ટેન્શન તો ઓછું થઇ જાય છે પણ બાળકોની હેલ્થની ચિંતા તો ચોક્કસથી સતાવે છે. તેથી અહીં એવા જ કેટલાંક નાસ્તાની રેસિપી આપવામાં આવી છે જે બનાવવામાં સરળ હોવાની સાથે સાથે પોષ્ટિક પણ છે. જે તમારાં બાળકોની સાથે સાથે દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પણ આવશે. ઉપરાંત કેટલાંક નાસ્તા કોરાં હોવાના કારણે તેને કન્ટેઇનરમાં ભરીને રાખી પણ શકો છો.
અલગ અલગ નાસ્તાની રેસિપી જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અલગ અલગ નાસ્તાની રેસિપી જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
પાવ ભાજી પરાઠા -
સામગ્રી-
-૧ નંગ નાનો કાંદો ઝીણો સમારેલો
-૨ થી ૩ કળી લસણ ની ક્રશ કરેલી
-૧ નંગ નાનું ટમેટું ઝીણું સમારેલું
-૧ ટેબલ સ્પૂન બાફેલું ફ્લાવર
-૧ નાનું બટકું બાફેલું
-૧ ટેબલ સ્પૂન બાફેલું ગાજર
-૧ ટેબલ સ્પૂન બાફેલી કોબીજ
-૧ ટી સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
-૧ ટેબલ સ્પૂન બાફીને ક્રશ કરેલા વટાણા
-૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
-મીઠુ સ્વાદ પ્રમાણે
-૧/૪ ટી સ્પૂન હળદર
-૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
-૧ ટેબલ સ્પૂન પાવ ભાજી મસાલો
-૨ ટી સ્પૂન તેલ
-૧ કપ ઘઉંનો લોટ
રીત-
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ સાંતળી લો. બન્ને સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરોબર ખદખદવા દો.ત્યાર બાદ તેમાં એક બાફેલું બટાકું, ગાજર, ફ્લાવર, કોબીજ, વટાણા અને કેપ્સિકમ ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, લાલ મરચું, હળદર અને પાવ ભાજી મસાલો ઉમેરો. મસાલો થોડોક આગળ પડતો રાખવો અને પાણી ન નાખવું લચકા પડતું રાખવું. હવે તેમાં ૧ ટેબ.સ્પૂન તેલ ઉમેરી ઠંડુ પડે એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા. તૈયાર પરોઠા ને ઉપર થી બટર મૂકી ગરમ ગરમ જ દહીં અને કાંદા, ટામેટાના સલાડ સાથે સર્વ કરો.

કોબી પાલકના મુઠીયા-
સામગ્રી-
-૧ કપ સમારેલી કોબી
-૧ કપ સમારેલી પાલક
-૧ કપ ઘઉંનો જાડો લોટ
-૧ ટેબલ સ્પૂન ઢોકળાનો લોટ
-૧ કપ ખાટું દહીં
-૪ થી ૫ લીલા મરચા
-૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)
-મીઠું સ્વાદ પ્રમાણે
-ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)
-૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર
-૧ ટી સ્પૂન હળદર
-૧ ટી સ્પૂન ધાણાજીરુ
-૧ ટી સ્પૂન ખાંડ
-૧ ટેબલ સ્પૂન તલ
-૧ ટી સ્પૂન રાઈ
-૧ ટેબલ સ્પૂન જીરુ
-૧/૨ ટેબલ સ્પૂન તેલ
-હિંગ
રીત-
ઘઉંના લોટમાં પાલક કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો. ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો. આ મુઠીયા ઠંડા પણ સરસ લાગે છે. નાસ્તામાં ચા કે અથાણાં સાથે અલગ અલગ સ્વાદ અજમાવી શકાય છે.

બાજરીના લોટના સકરપારા-
સામગ્રી-
-૧ કપ બાજરીનો લોટ
-૧/૨ કપ ઘઉં અથવા જુવારનો લોટ
-૨ થી ૩ ચમચી દહીં
-૧/૪ ચમચી સફેદ તલ
-મીઠું સ્વાદ મુજબ
-૧ ચમચી લાલ મરચું પાવડર
-૧/૪ ચમચી હળદર પાવડર
-૨ થી ૩ ચમચી તેલ મોણ માટે
-૧/૨ કપ મેથી ની ભાજી
-ચપટી અજમો
-તેલ તળવા માટે
રીત-
સૌપ્રથમ મેથીની ભાજી ને સારી રીતે સાફ કરી સ્વચ્છ પાણીથી ધોઈ ઝીણી સમારો. એક થાળીમાં બન્ને લોટ ચાળી લો. બન્ને લોટ બરાબર મિક્સ કરો. પછી તેમાં બધા મસાલા ,અજમો, દહીં, મેથીની ભાજી નાખો . તેલનું મોણ નાખો. હવે સારી રીતે બધુ મિક્સ કરી જરૂર પૂરતું પાણી લઇ પરોઠાના જેવો લોટ બાંધો. મોટો લુઓ લઇ લોટ લઇ મોટો રોટલો વણો. અને ચાકુથી અથવા કટરથી ચોરસ કાપી લો. અથવા મનગમતા શેપમાં કાપી લો . હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને સકરપારા તળી લો .

ઉપમા-
સામગ્રી-
-૧ કપ રવો
-૧ ટેબલ સ્પૂન ગાજર સમારેલા
-૧ ટેબલ સ્પૂન ડુંગળી સમારેલી
-૧ ટેબલ સ્પૂન કેપ્સિકમ સમારેલા
-૧ ટેબલ સ્પૂન લીલા વટાણા
-૧ ટેબલ સ્પૂન તળેલા સીંગદાણા
-૧ ટેબલ સ્પૂન તળેલા કાજૂના ટુકડા
-૧૫ થી ૨૦ સૂકી દ્રાક્ષ
-મીઠું સ્વાદપ્રમાણે
-૧ ટી સ્પૂન ખાંડ
-૧ ટી સ્પૂન લીંબુનો રસ
વઘાર માટે-
-૧ ટી સ્પૂન અડદની દાળ
-૧ ટી સ્પૂન રાઈ
-૨ લીલા મરચા સમારેલા
-૭ થી ૮ મીઠા લીમડાના પાન
-૧ ટેબલ સ્પૂન તેલ
-હિંગ
રીત-
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકીને તેમાં સીંગદાણા અને કાજુના ટુકડાને તળી લો. એને એક બાજુ રાખીને હવે તેલમાં રાઈ, અડદની દાળ, લીમડાના પાન, હિંગ અને લીલા મરચા સમારેલા નો વઘાર કરો. પછી તેમાં ડુંગળીને બે મિનિટ માટે સાંતળો, ત્યારબાદ ગાજર, કેપ્સિકમ અને લીલા વટાણાને એક પછી એક ઉમેરતા જઈને દરેકને બે બે મિનિટ સુધી સાંતળતા રહો. હવે તેમાં રવો ઉમેરો અને તેને ગુલાબી થય ત્યાં સુધી શેકો. સતત હલાવતા રહો. ગુલાબી થઈ જાય એટલે તેમાં ૨ કપ ગરમ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરો. પાણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેમાં સૂકી દ્રાક્ષ, સીંગદાણા અને કાજુ નાખીને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. પીરસતી વખતે સજાવટ માટે ઉપરથી દાડમના દાણા અને લીલી કોથમીર નાખી શકાય.

મિક્સ દાળ હાંડવો-
સામગ્રી-
-૨ કપ ચોખા
-૩/૪ કપ ચણાની દાળ
-૧ કપ તુવેર, મગ અને અડદની દાળ (સરખા ભાગે)
-૨ કપ છીણેલી કોબી, ગાજર અને દૂધી
-૬ થી ૭ લીલા મરચાં
-૧ ચમચો આદુ- લસણની પેસ્ટ
-૧ ચમચો તલ
-૨ ચમચી રાઈ
-૨ ચમચી જીરુ
-૮ થી ૧૦ લીમડાના પાન
-વઘાર માટે તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને ઘાટું ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું ઉમેરીને ૬ થી ૭ કલાક ઢાંકી રાખીને આથો આવવા દો. બનાવતી વખતે તેમાં છીણેલી કોબી, ગાજર અને દૂધી ઉમેરો, લીલા મરચા ઝીણા સમારીને ઉમેરો. અને જરૂર પડે તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરો
વઘાર માટે-
એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં રાઈ,જીરુ, હિંગ, લીમડાના પાન, તલ અને ૧ લીલું મરચું સમારેલુ, આદુ – લસણની પેસ્ટનો વઘાર કરો. હાંડવિયામાં ખીરુ પાથરીને તેની ઉપર આ વઘાર રેડી દો. (અથવા આ મિશ્રણને ખીરામાં ભેળવીને પછી ખીરુ હાંડવિયામાં ઢાળી લો) અને ગેસ પર મૂકી ચડવા દો. લગભગ ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો

ગ્રીન ઢોકળા-
સામગ્રી-
-250 ગ્રામ લીલા ચણાના દાણા
-1 વાટકી ચોખોનો લોટ
-1 ચમચી ખાવાનો સોડા
-1 ચમચી વાટેલી વરિયાળી
-1 ચમચી આદુ-લસણનું પેસ્ટ
-1 ચમચી દહીં
-2 થી 3 લીલા મરચા
-5 થી છ લીમડાના પાન
-1 ટેબલ સ્પૂન રાઈ
-1 ચમચી તેલ
-મીઠુ સ્વાદાનુસાર
-મરચુ સ્વાદ મુજબ
-ઝીણા સમારેલા લીલા ધાણા
રીત-
પહેલા લીલા ચણાને મિક્સરમાં વાટી લો. હવે ચોખાનો લોટ અને ચણાનુ પેસ્ટ દહીમાં સારી રીતે મિક્સ કરીને 4-5 કલાક રહેવા દો, જેથી તેમા આથો આવી જાય. જ્યારે સારી રીતે આથો આવી જાય ત્યારે તેમા ખાવાનો સોડા, વરિયાળી, આદુ-લસણનું પેસ્ટ, મીઠુ અને મરચું નાખીને સારી રીતે મિક્સ કરો.હવે એક વાસણમાં તેલ લગાવીને આ પેસ્ટને નાખો અને લગભગ અડધો કલાક સુધી વરાળ પર બાફી લો. વચ્ચે ચપ્પુ નાખીને જોઈ લો, ચપ્પુ ને મિશ્રણ ન ચોંટે તો તેને તાપ પરથી ઉતારીને મનપસંદ આકારમાં કાપી લ ઓ. એક કઢાઈમાં તેલ તપાવી તેમા રાઈ અને લીમડો તતડાવો. આ વઘારને ઢોકળા પર નાખીને મિક્સ કરો. હવે લીલા ધાણાથી સજાવીને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

ઘઉંના ફાડાનો ઉપમા-
સામગ્રી-
-1/2 કપ ઘઉં ના ફાડા
-2 ટી.સ્પૂન તેલ
-1/4 ટી.સ્પૂન રાઈ
-2 ટી. સ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું
-1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
-1/2 ટી. સ્પૂન ઝીણું સમારેલું આદુ
-1/4 કપ લીલા વટાણા
-1/4 કપ સમારેલું ગાજર
-મીઠુ જરૂર મુજબ
-લીલા ધાણા સમારેલા
રીત-
ઘઉં ના ફાડા ને સાફ કરી ચોખા પાણી વડે ધોઈ લો 2 કપ ગરમ પાણી માં ઘઉં ના ફાડા ને 3 4 થી મિનીટ સુધી થવા દો, હવે તેમાંથી પાણી નીતારી લો અને
એક બાજુ એ રાખી દો. એક પ્રેશરકુકર માં તેલ મૂકી તેમાં રાઈ ના દાણા નાખો. રાઈ ના દાણા જયારે થઇ જાય એટલે તેમાં લીલા મરચા નાખી ધીમી આંચ કરી દો. હવે તેમાં ડુંગળી આદુ નાખી સરખી રીતે મિક્સ કરી તેને 1 થી 2 મિનીટ પકાવો. હવે લીલા વટાણા અને ગાજર ઉમેરો સારી રીતે મિક્સ કરીને 1 થી 2 મિનીટ ધીમી આંચ પર પાકવા દો. તેમાં અધકચરા બાફેલા ઘઉં ના ફાળા ઉમેરો, મીઠું અને 1¼ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો તેમજ કુકરને ઢાંકી તેની 2 સિટી વાગવા દો. હવે કુકર ની વરાળ નિકળી જાય એટલે ઢાંકણ ને દુર કરો. ગરમ ગરમ આ ડીશને લીલા ધાણાથી ગાર્નીશ કરી સર્વ કરો. આ ઉપમાને તમે ડુંગળી વગર પણ બનાવી શકો છો.

સેવ ઉસળ-
સામગ્રી-
-૨ કપ વટાણા (સૂકા લીલા વટાણાં)
-૨ બટાકા બાફેલા
-૧૫ ગ્રામ આમલી
-૪ ટેબલ સ્પૂન ગોળ આમલીનો જાડો રસો
-૧/૨ ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
-૧/૨ ટી સ્પૂન હળદર
-૧ ટી સ્પૂન લાલ મરચું
-૧ ટી સ્પૂન ધાણાજીરુ
-૧/૨ ટી સ્પૂન રાઈ
-૧/૨ ટી સ્પૂન જીરુ
-ચપટી હિંગ
-૩ લવિંગ
-૧ નાનો ટુકડો તજ
-મીઠું સ્વાદ પ્રમાણે
સર્વ કરતી વખતે-
-૧ કપ બેસનની સેવ
-૨ ડુંગળી ઝીણી સમારેલી
-૨ ટેબલ સ્પૂન લસણની ચટણી
-૨ ટેબલ સ્પૂન લીલી ચટણી
-૨ ટેબલ સ્પૂન મીઠી ચટણી
રીત-
વટાણાને ૭ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી કૂકરમાં ૫ થી ૬ વ્હીસલ વાગે ત્યાં સુધી બફાવા દો. (થોડા ફેંદાઈ જાય ત્યાં સુધી) હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ નાખી સહેજ તતડે એટલે તેમાં હીંગ અને તજ લવિંગનો વઘાર કરો. હવે તેમાં બાફેલા વટાણાને જે પાણીમાં બાફ્યા હોય તે પાણી સહિત તેમાં નાખો. બાફેલા બટાકાને પણ છૂંદીને તેમાં ઉમેરો. હવે એક પછી એક બધો જ મસાલો અને ગોળ આમલીનો રસો ઉમેરી લો થોડી વાર હલાવો અને ત્યારબાદ ૧ ગ્લાસ પાણી ઉમેરી બધું જ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.હવે એક સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર છાંટીને રાખો.પીરસતી વખતે પ્લેટ કે પહોળા બાઉલમાં નાખી તેને ત્રણે ચટણીઓ (લસણની, લીલી અને ગળી ચટણી) અને સેવ તથા ઝીણી સમારેલી ડુંગળી વડે સજાવીને આપો. આમ તો બ્રેડ કે પાંઉ સાથે પણ મજાથી ખાઈ શકાય છે. ખાવામાં ખૂબ જ ચટપટી આ વાનગી દરેક ઉંમરનાને ભાવે તેવી છે. સાથે સાથે વટાણા અને બટાકાને લીધે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે.

પૌંઆનો ચેવડો-
સામગ્રી-
-૨૫૦ ગ્રામ પૌંઆ
-૫૦ ગ્રામ દાળિયા
-૫૦ ગ્રામ સીંગદાણા
-૧ ટે. સ્પૂન કાજુ
-૧ ટે. સ્પૂન કિસમિસ
-૧ ટી સ્પૂન વરિયાળી
-૧ ટી સ્પૂન તલ
-તળવા માટે તેલ
-હિંગ ચપટી (નાખવી હોય તો)
-૧/૨ ટી સ્પૂન હળદર
-૧૦ થી ૧૨ મીઠા લીમડાના પાન
-૧ ટી સ્પૂન મરચું
-૨ ટે. સ્પૂન ખાંડ
-૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
-૧/૪ ટી સ્પૂન સંચળ
-મીઠું સ્વાદ પ્રમાણે
રીત-
એક કડાઈમાં તેલ મૂકી તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ તળીને એક બાજુએ રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ ભેળવી દો. ત્યારબાદ વઘાર માટે બે ટી સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર, લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી તળેલા પૌંઆ પર રેડીને ઝડપથી સારી રીતે મિક્સ કરી દો. ઉપરથી વાટેલી ખાંડ, મીઠું, સંચળ અને વાટેલા લીંબુના ફૂલ આ બધું એક બાઉલમાં ભેળવીને પૌંઆમાં મિક્સ કરી લો. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી

મૂળાના પરોઠા-
સામગ્રી-
-5 નંગ મૂળા છીણેલા
-2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
-4 થી 5 લીલા મરચાં
-1 કટકો આદુનો ટુકડો
-2 મોટી ડુંગળી (સમારેલી)
-1/2 ઝૂડી કોથમીર
-300 ગ્રામ ઘઉંનો લોટ
-1 ટેબલ સ્પૂન ગરમ મસાલો
-1/2 ટી સ્પૂન આમચૂર પાઉડર
-મીઠું
-મરચું
-હળદર
-તેલ
-હીંગ
રીત-
મૂળાને છીણી લો તેના પત્તા ઝીણા સમારી લો. લીલી ડુંગળી સમારેલી, મૂળો અને તેના પત્તા મિક્સ કરો. તેમાં કોથમીર, મીઠું, મરચું પાવડર, આદુ-મરચાની પેસ્ટ મિક્સ કરો. તેમાં થોડું તેલ ઉમેરો અને આખુ મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં ઘઉંનો અને ચણાનો લોટ ઉમેરો અને વ્યવસ્થિત કણક બાંધો. આ કણકને 20 એક મિનીટ રહેવા દો, બાદમાં તેના લૂવા પાડી લો. તેને ગોળ કે ત્રિકોણ વણી ઘીમાં શેકો. ફુદીનાની ચટણી કે માખણ સાથે સર્વ કરો.

સન્ડે મોર્નિંગને બનાવો હેલ્ધી, આ 8 પ્રકારના કલરફૂલ બ્રેકફાસ્ટથી
સવારનો નાસ્તો હેલ્થ માટે ખૂબ લાભકારી છે એ વાત કંઈ નવી નથી, જો તમને હેલ્ધી બ્રેકફાસ્ટ ખાઈ ખાઈને કંટાળો આવતો હોય તો તેને બનાવી દો કલરફુલ. દરેક કલરની વસ્તુઓનો સમાવેશ કરશો તો તે તમારા માટે હેલ્ધી હોવાની સાથે ચેન્જ પણ લાગશે. બ્રેકફાસ્ટ એ ખુબ મહત્વનો ગણાય છે. અત્યારે ભાગદોડ ભરી લાઈફમાં ઘણા લોકો બ્રેકફાસ્ટ કરવાનું ટાળે છે. તમે એ નથી જાણતા કે બ્રેકફાસ્ટ કરવાનું ટાળીને તમે શું ગુમાવો છો. જો તમે એકના એક નાસ્તાથી કંટાળ્યા હોય તો આ કલરફુલ વાનગીને તમારા બ્રેકફાસ્ટમાં સ્થાન આપો.
આગળની 8 સ્લાઈડ પર ક્લિક કરીને જાણો કલરફુલ વાનગીની રેસિપી
રવા ઢોકળા
સામગ્રી-
-૧ કપ રવો
-૧/૨ કપ ખાટું દહીં
-૩/૪ કપ પાણી
-૧ ટે. સ્પૂન તેલ મોણ માટે
-૧/૪ ટી સ્પૂન હળદર
-મીઠું સ્વાદ પ્રમાણે
-૧ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
-૩/૪ ટી સ્પૂન ફ્રુટ સૉલ્ટ
વઘાર માટે -
-૧ ટેબલ સ્પૂન તેલ
-૧/૨ ટી સ્પૂન રાઈ
-૧/૨ ટી સ્પૂન તલ
-૨ – ૩ લીલા મરચા ઝીણા સમારેલા
-૧ ચપટી હીંગ
-૫ – ૭ પાન મીઠો લીમડો
રીતઃ
રવામાં તેલથી બરાબર મોઈ લો હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખીને ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળિયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો.તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ મિડિયમ ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે કાપા પાડી લો. હવે વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.
પાલક મગદાળના પરાઠા
સામગ્રી-
-૧ કપ મગની બાફેલી દાળ
-૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
-૨ કપ ઘઉંનો લોટ
-લસણ મરચાની પેસ્ટ
-હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
-મોણમાં નાખવા તેલ
રીત-
ઘઉંના લોટમાં મગની બાફેલી દાળનો લચકો, સમારેલી પાલક, લસણ મરચાની પેસ્ટ, મોણ માટે તેલ અને બીજો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાણી નાખતા જઈને સહેજ ઢીલો લોટ બાંધી લો. બંધાયેલા લોટને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો.હવે તેના લુઆ વાળીને જરાક જાડા એવા પરાઠા વણીને લોઢીમાં થોડું તેલ મૂકીને ધીમા તાપે શેકી લો. આ તૈયાર પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો.
પૌંઆનો ચેવડો
સામગ્રી-
-૨૫૦ ગ્રામ પૌંઆ
-૫૦ ગ્રામ દાળિયા
-૫૦ ગ્રામ સીંગદાણા
-૧ ટે. સ્પૂન કાજુ
-૧ ટે. સ્પૂન કિસમિસ
-૧ ટી સ્પૂન વરિયાળી
-૧ ટી સ્પૂન તલ
-તળવા માટે તેલ
-હિંગ ચપટી (નાખવી હોય તો)
-૧/૨ ટી સ્પૂન હળદર
-૧૦ ૧૨ મીઠા લીમડાના પાન
-૧ ટી સ્પૂન મરચું
-૨ ટે. સ્પૂન ખાંડ
-૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
-૧/૪ ટી સ્પૂન સંચળ
-મીઠું સ્વાદ પ્રમાણે
રીત-
એક કડાઈમાં તેલ મૂકી તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ તળીને એક બાજુએ રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ
ભેળવી દો.ત્યારબાદ વઘાર માટે બે ટી સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર, લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી તળેલા પૌંઆ પર રેડીને ઝડપથી સારી રીતે મિક્સ કરી દો. ઉપરથી વાટેલી ખાંડ, મીઠું, સંચળ અને વાટેલા લીંબુના ફૂલ આ બધું એક બાઉલમાં ભેળવીને પૌંઆમાં મિક્સ કરી લો. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
કોબી પાલકના મૂઠીયા
સામગ્રી-
-૧ કપ સમારેલી કોબી
-૧ કપ સમારેલી પાલક
-૧ કપ ઘઉંનો જાડો લોટ
-૧ ટેબલ સ્પૂન ઢોકળાનો લોટ
-૧ કપ ખાટું દહીં
-૪ – ૫ લીલા મરચા
-૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)
-મીઠું સ્વાદ પ્રમાણે
-ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)
-૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર
-૧ ટી સ્પૂન હળદર
-૧ ટી સ્પૂન ધાણાજીરુ
-૧ ટી સ્પૂન ખાંડ
-૧ ટેબલ સ્પૂન તલ
-૧ ટી સ્પૂન રાઈ
-૧ ટેબલ સ્પૂન જીરુ
-૧/૨ ટેબલ સ્પૂન તેલ
-હિંગ
રીત :-
ઘઉંના લોટમાં પાલક કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો.ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો
.
મસાલા કોર્ન
સામગ્રી -
-૨ કપ બાફેલી અમેરિકન મકાઈના દાણા
-૧ ડુંગળી ઝીણી સમારેલી
-૧ ટમેટું ઝીણું સમારેલું
-૧ લીલું મરચું સમારેલું
-૧/૨ કપ પાણી
-૧/૪ ચમચી લીંબુનો રસ
-૨ ચમચા તીખી સેવ
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદ અનુસાર
-ચપટી હિંગ
રીત -
અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી લો. દાણા કાઢતી વખતે ફેંદાઈ ના જાય તેનું ધ્યાન રાખવું. એક વાસણમાં તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળી, ટમેટા અને મરચાના પીસ નાખી અધકચરું ચડી જવા દો. હવે તેમાં પાણી, બાફેલી મકાઈના દાણા ઉમેરી થોડી વાર હલાવો. ત્યારબાદ મીઠું અને ખાંડ નાખી સારી રીતે ભેળવી લો. ૩ થી ૪ મિનિટ સુધી ઢાંકીને ચડવા દો. હવે ગેસ પરથી ઉતારી તેને તીખી સેવ અને લીલી કોથમીર છાંટીને સર્વ કરો.
સોયા – કૉર્ન ટિક્કી
સામગ્રી-
-૧ કપ મકાઇના દાણા
-૧/૨ કપ સોયા ચન્ક્સ
-૧/૪ કપ દાળિયા
-૫ લીલા મરચા (બારીક સમારેલાં)
-૨ ટી સ્પૂન આદુ-લસણની પૅસ્ટ
-૨-૩ ટી સ્પૂન લીંબુનો રસ
-૧ ડુંગળી (બારીક સમારેલી)
-૨-૩ ચમચી મેંદો
-૧ ચમચી ગરમ મસાલો
-૧/૨ ચમચી હળદર
-કોથમીર (બારીક સમારેલી)
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ-ઘી પેટિસ શેકવા માટે
રીત-
સૌ પ્રથમ એક વાસણમાં સોયા ચન્ક્સ લઈ, તે ડુબે એટલું પાણી અને થોડું મીઠું નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી ચારણીમાં નાંખી ને પાણી નિતારી લો. મકાઇના દાણાં તથા દાળિયાને મિક્સરમાં ક્રશ કરી લો. બહુ લીસી પેસ્ટ ના કરવી, સહેજ અધકચરું રહેવા દેવું. ત્યાર બાદ એક બાઉલમાં આ મિશ્રણ કાઢી, તેમાં ઉકળેલાં સોયા ચન્ક્સ, આદુ-લસણની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં, ડુંગળી, લીંબુનો રસ, મીઠું, ગરમ મસાલો, હળદર, કોથમીર એ બધું જ ઉમેરીને બરાબર મિક્સ કરવું. અને આ મિશ્રણમાં બાઈન્ડિંગ માટે જરૂર મુજબ મેંદો ઉમેરવો. હવે, આ મિશ્રણમાંથી મનપસંદ આકારની ટિક્કી બનાવીને નૉન-સ્ટીક તવી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લેવી.
મગની દાળના ચીલા
સામગ્રી -
-૧ કપ મગની દાળ
-૧ ચમચો ચણાનો લોટ
-૩ – ૪ કળી લસણ
-૧ નાનું ટમેટું
-૧ નાની ડુંગળી
-૨ લીલા મરચા
-૧ નાનો ટુકડો આદુ
-૧ ચમચો સમારેલી કોથમીર
-૧/૨ ચમચો સમારેલો ફુદિનો
-૧/૪ ટી સ્પૂન હળદર
-૧/૪ ટી સ્પૂન સંચળ
-મીઠું સ્વાદ અનુસાર
-ચાટમસાલો
રીત-
મગની દાળને ૪ થી ૫ કલાક પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ તેને મિક્સરમાં અધકચરી વાટી લો. તેમાં ચણાનો લોટ અને જરૂરી પાણી ભેળવીને ઘાટું ખીરું બનાવો. સાથે સાથે ટમેટું અને ડુંગળીને સમારીને અથવા જાડી ખમણીથી છીણીને મિક્સ કરો. ચીલાને થોડા ક્રિસ્પી બનાવવા ખીરામાં કાકડીના બારીક ટુકડા પણ ઉમેરી શકો છો. સમારેલી કોથમીર,સમારેલો ફુદીનો, લસણની કળીઓ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને ખીરામાં ભેળવો. હળદર, મીઠું, સંચળની સાથે ઈચ્છો તો થોડો ચાટમસાલો પણ નાખી શકાય. (જો ચાટમસાલો નાખવો હોય તો મીઠું અને સંચળનું માપ ઘટાડી નાખવું).હવે આ તૈયાર થયેલા મિશ્રણને નોનસ્ટિક અથવા સાદી તવી પર પાથરીને ફરતે સહેજ તેલ મૂકીને બન્ને બાજુ સારી રીતે ચડી જાય એટલે ગરમ ગરમ પીરસો
બાળકોની ભુખ ઉઘાડશે 10 વાનગી, બનાવી જુઓ એકવાર!
દરેક ઘરની આ સામાન્ય ફરિયાદ છે કે મારું બાળક તો ખાતુ જ નથી. ગમે તેવું ટેસ્ટી ખાવાનું બનાવો પણ બાળકો ખાવામાં નખરા જ કરે છે. તો તમારી પણ હોય આ ફરિયાદ તો અહીં આપેલી દસ વાનગીઓ એકવાર બનાવી જુઓ. આ દસ વાનગીઓ ચપટીમાં તમારા બાળકોની ભુખ ઉઘાડશે. તમને થશે કે વળી એવુ તો શું છે આ વાનગીઓમાં જે બાળકોની ભુખ ઉઘાડશે. તો જાણી લો કે આ વાનગીઓ છે એકદમ ઈઝી પણ એમાં થોડુ વેરિએશન છે, જેથી બાળકોને ખાવાની મજા પડશે.
આગળની આઠ સ્લાઈડ પર ક્લિક કરીને જાણો બાળકોની ભુખ ઉઘાડનારી વાનગીની રેસિપી..
કોબી પાલકના મુઠીયા-
સામગ્રી-
-1 કપ સમારેલી કોબી
-1 કપ સમારેલી પાલક
-1 કપ ઘઉંનો જાડો લોટ
-1 ટેબલ સ્પૂન ઢોકળાનો લોટ
-1 કપ ખાટું દહીં
-4-5 લીલા મરચા
-1/2 ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)
-મીઠું સ્વાદ પ્રમાણે
-ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)
-1 ટી સ્પૂન લાલ મરચા પાવડર
-1 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન ધાણાજીરુ
-1 ટી સ્પૂન ખાંડ
-1 ટેબલ સ્પૂન તલ
-1 ટી સ્પૂન રાઈ
-1 ટેબલ સ્પૂન જીરુ
-1/2 ટેબલ સ્પૂન તેલ
-હિંગ
રીત-
ઘઉંના લોટમાં પાલક કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો.
ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો.

પિઝા બન-
સામગ્રી-
-4 નંગ ડીનર રોલ
-બટર રોલ શેકવા માટે
-2 ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
-2 ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ટામેટા
-2 ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
-2 ટેબ.સ્પૂન ઝીણા સમારેલા પનીર ના પીસ
-સ્વાદ પ્રમાણે મીઠું
-2 ટી.સ્પૂન મરી પાવડર
-2 ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
-2 ટી.સ્પૂન ઓરેગાનો
-4 ટેબ.સ્પૂન છીણેલી ચીઝ
-4 ટેબ.સ્પૂન પીઝા સોસ
-1 ટેબ.સ્પૂન બ્લેક or ગ્રીન ઓલીવ્સ
પિઝા સોસની સામગ્રી-
-1 કપ ટોમેટો પ્યુરી
-2 ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
-2 ટી.સ્પૂન તેલ
-1 નંગ ઝીણો સમારેલો કાંદો
-1 ટી.સ્પૂન લસણ ની પેસ્ટ
-1 ટી.સ્પૂન લાલ મરચું
-2 ટી.સ્પૂન ખાંડ
-1/2 ટી.સ્પૂન ઓરેગાનો
-1/2 ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
-1/2 નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
-100 ગ્રામ ચીઝ
-સ્વાદ પ્રમાણે મીઠું
-1 ટી.સ્પૂન કોર્ન ફ્લોર
પિઝા સોસની રીત-
સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકી કાંદા,લસણ,સાંતળો.ત્યારબાદ તેમાં ટમેટો પ્યુરી ઉમેરી તેમાં ખાંડ,મીઠું,લાલ મરચું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને કેપ્સીકમ ઉમેરી ખાદ્ખાદાવો. ટોમેટો કેચપઉમેરો.હવે થોડા પાણી માં કોર્નફલોર ઉમેરી બરાબર ઓગળી તેને ગ્રેવી માં મિક્સ કરો.ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
પીઝા બન બનાવવાની રીત-
સૌ પ્રથમ ડુંગળી,ટામેટા,પનીર અને કેપ્સીકમ માં મીઠું અને મરી પાવડર નાખી 5 થી 7 મિનીટ માટે રાખી મુકો ત્યારબાદ તેને એક કે બે મિનીટ માટે નોન સ્ટીક પેન માં સાંતળી લો,અને સાઈડ પર રાખી મુકો. હવે ડીનર રોલ ને વચ્ચે થી આડો કાપી બટરની મદદથી થોડો શેકી લો.કડક કરવાની જરૂર નથી.હવે નીચેના બનની અંદરની સાઈડ પર પીઝા સોસ લગાવી લો,તેની પર તૈયાર કરેલા ડુંગળી, ટામેટા,કેપ્સીકમ અને પનીર પાથરી દો,ત્યારબાદ તેની પર છીણેલી ચીઝ ભભરાવી સોસ લગાવી દો.તેની પર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને ઓલીવના પીસ મૂકી તેની પર ઉપર નો બન નો પીસ મૂકી ઉપર થોડું બટર લગાવી ગ્રીલર માં કે માઇક્રોવેવ માં ઢાંકી ને ગરમ કરો અથવા નોન સ્ટીક તવી પર ઢાંકીને ગરમ કરી ગરમ કરો.

કાંચીપુરમ્ ઈડલી-
સામગ્રી -
-1 કપ બોઈલ્ડ ચોખા
-1/2 કપ અડદની સફેદ દાળ
-1/2 ટી.સ્પૂન મેથી દાણા
-1 ટી.સ્પૂન હળદર
-1 ટી.સ્પૂન આખા મરી
-2 ટી.સ્પૂન પલાળેલી ચણાની દાળ
-1 કપ દહીં, 1/4 ટી.સ્પૂન હિંગ
-2૨ ટે.સ્પૂન નાળિયેરનું ફ્રેશ ખમણ
-1 ડાળખી મીઠો લીમડો
-1 ટે.સ્પૂન કાજુ ટુકડા
-1 ટે. સ્પૂન કિસમિસ
-1 ટી.સ્પૂન રાઈ
-1 લીલું મરચું ઝીણું સમારેલું
-2 ટે.સ્પૂન ઘી,
-મીઠુ સ્વાદ મુજબ
રીત-
ચોખા-અડદ દાળને ધોઈ તેમાં મેથી નાખી તેને પાણીમાં 3-4 કલાક પલાળી રાખો. પછી તેને નીતારી મિક્સીમાં પીસી બારીક પેસ્ટ જેવું ખીરું તૈયાર કરો. હવે ઘી ગરમ કરવા મૂકી તેમાં રાઈ, મરી, લીમડો, હિંગનો વઘાર કરી કાજુ સાંતળી, મરચું નાખી, હળદર, નાળિયેર, ચણા દાળ, કિસમિસ મિક્સ કરી તે વઘારને ઇડલી ખીરુંમાં નાખી મિક્સ કરી લો. નમક, દહીં નાખી સારી રીતે મિક્સ કરી પાંચથી છ કલાક આથો આવવા માટે રાખી દો. પછી તેને હલાવી ઈડલી સ્ટેન્ડમાં ભરી 20 મિનિટ સ્ટીમ કરો અને નાળિયેર-કોથમીરની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

તીખા ઘૂઘરા-
લોટ માટે-
-250 ગ્રામ મૈદા
-ચપટી સોજી
-1/4 ત્સ્પ લીંબુ નો રસ
-2 tbsp તેલ
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે
સ્ટફિંગ માટે-
-500 ગ્રામ બટાટા બાફેલા અને મશ કરેલા
-1/4 કપ અધકચરા સિંગ દાના
-2 ચમચી આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ
-1 ચમચો ફુદીના ની પેસ્ટ
-1/4 ચમચી જીરું હાથ માં કસ્રેલું
-1/4 ચમચી ગરમ મસાલો
-1 ચમચી લાલ મરચા ભૂકી
-1/2 ચમચી આમચૂર પાવડર
-1 ચમચી કસૂરી મેથી
-1 ચમચી લીંબુ નો રસ
-ચપટી ખાંડ
-1 ચમચો બારીક સમારેલી કોથમીર
-મીઠું સ્વાદ મુજબ
રીત-
લોટ ની સામગ્રી ભેગી કરી જરૂર મુજબ પાણી ઉમેરી સમોસા જેવો લોટ બાંધી લો દસ મીનીટ સુધી ઢાંકી ને રાખો.એક વાટકા માં સ્તુફ્ફિંગ માટે ની બધી જ સામગ્રી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો. થોડું ચાખી લેવું અને જરૂર મુજબ લાલ મરચું અને મીઠું ઉમેરવા. મિક્ષેર ઠંડુ પડવા દેવું .લોટ નો એક લુવો લઇ ગોળ વણી ને ઘૂઘરા ની જેમ સ્તુફ્ફિંગ ભરી ને અર્ધ ચંદ્ર આકાર માં વારી લેવું એવી રીતે બધો લોટ વાપરવો. વારેલા ઘૂઘરા પર આછું ભીને કપડું રાખવું જેથી સુકાઈ ના જાય.એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ તય એટલે ઘૂઘરા આછા ગુલાબીરંગ ના થાય ત્યાં સુધી તળવા.ગરમા ગરમ ઘૂઘરા આંબલી ની ચટણી, લસણ ની ચટણી,કોથમીર ની ચટણી, સેવ, દાડમ ના દાના થી સજાવી ને પીરસ

કોબી ના મુઠીયા માં ખાટા દહી ને બદલે બીજુ શું વાપરી શકાય ?
ReplyDelete