Friday, September 12, 2014

9 જાતના ટેસ્ટી ઉત્તપમ


ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
૧. વેજિટેબલ ઉત્તપમ

 * સામગ્રી:
- 
૩ કપ ચોખા
- 
૧ કપ અડદ દાળ
- 
૧ ટી સ્પૂન મેથી દાણા
- 
મીઠું સ્વાદ અનુસાર
- 
કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારી લેવું
* 
રીત:ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાનેઅલગ અલગ એકદમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખીખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરોજેનાથી ઉત્તપમ પોચા બનશે.ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડી, ટમેટા,કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરાતેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો…
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
૨.  ઉત્તપમ:

* સામગ્રી:
- 1 
કપ અડદની દાળ
- 3 
કપ ચોખા
- 1 
ચમચી આદુની પેસ્ટ
- 3 
ડુંગળી (સમારેલા)
- 2 
ટમેટુ
- 2 
ટેબલસ્પૂન લીલા ધાણા
- 1
થી 2 લીલા મરચા
- 
સ્વાદ અનુસાર મીઠું
-
તેલ
* 
રીત:બધી જ વસ્તુના નાના ટુકડા કરી લો, પહેલા. અડદની દાળ અને ચોખાને ધોઈને બે અલગ અલગ વાડકામાં 3કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ખીરામાં આ બધુ જ ભેળવી દો અને થોડુ મીઠુ પણ ઉમેરો. બધી જવસ્તુઓને પાણી સાથે બરાબર ભેળવીને આખી રાત રહેવા દો. લીલા મરચાં, ડુંગળી, લીલા ધાણા અને આદુનીપેસ્ટ મિક્સ કરો. નોનસ્ટિક પેન અથવા તવાને ગેસ પર મૂકી મઘ્યમ આંચ પર ગરમ કરો. ખીરાને પાથરવામાટે ચમચીનો ઉપયોગ કરો અને તેની આસપાસ તેલ ઉમેરો પેનને થોડી વાર ઢાંકી દો. આંચ મઘ્યમથીઓછાની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ઉત્તપમ બ્રાઉન રંગનો થઈ જાય ત્યારે તેને પેનમાં જ બીજી બાજુ પર ફેરવીદો. બીજી બાજુ પણ આવી જ રીતે શેકો. તેને નાળિયેરની ચટણી કે સાંભાર સાથે પીરસો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
૪. ટોમેટો ઉત્તપમ:

* સામગ્રી:
- 
ઉત્તપમનો તૈયાર લોટ,
- 
મગની દાળ પલાળીને તેને વાટીને બનાવેલ પેસ્ટ એક કપ,
- 
લીલા મરચા 4-5,
- 
જીરુ 1 ટી સ્પૂન,
- 
હળદર 1/2 ટી સ્પૂન,
- 
હિંગ,
- 
મીઠુ અને ખાંડ સ્વાદમુજબ,
- 
ટામેટા 3-4,
- 
લીલા ધાણા 2 ટેબલ સ્પૂન
- 
તેલ  ઉત્તપમ શેકવા
* 
રીત:
 
ઉત્તપમના તૈયાર લોટમાં મગની દાળનુ પેસ્ટ મિક્સ કરો,પછી તેમા લીલા મરચા અને જીરુ વાટીને નાખી દો.ફૂલેલા ઉત્તપમના લોટમાં હળદર, હિંગ, મીઠુ અને ખાંડ મિક્સ કરી સારી રીતે હલાવી દો. હવે ટામેટાને પાતળીગોળ સ્લાઈસમાં કાપી લો. પછી નોન સ્ટિક તવો ગરમ કરીને તેના પર ટોમેટો ઉત્તપમનુ મિશ્રણ નાખીને ગોળઆકારમાં ફેલાવો. તેના ઉપર ટામેટાની સ્લઈસ મૂકીને લીલા ઘાણા ભભરાવી થોડુ દબાવી દો. ઉત્તપમનીચારેબાજુથી તેલ નાખીને થોડુ ચડવા દો. એક તરફ થઈ જાય કે બીજી બાજુ પલટાવીને શેકો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
૫. ચાઈનીઝ રવા ઉત્તપમ:

* સામગ્રી:
- 
રવો-250,
- 
અડધી વાડકી દહીં,
- 
ગાજર-શિમલા મરચું,
- 
કોબીજ,
- 
લીલી ડુંગળી,
- 
મીઠું સ્વાદ મુજબ,
- 
ચિલી સોસ,
- 
સોયા સોસ
- 
શેકવા માટે તેલ
* 
રીત:દહીંમાં મીઠું અને રવો નાખીને એક રસ કરી લો. આ ખીરું પાતળું રાખવું હોય તો થોડું પાણી નાખી દો. પછી બેકલાક માટે આને મૂકી રાખો. જેથી રવો ફૂલી જશે. બધી શાકભાજીને ઝીણી સમારી લો. અને તેમાં મીઠું અને ચાટમસાલો નાખી દો. જ્યારે લાગે કે રવો સારી રીતે ફુલી ગયો છે,ત્યારે નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી એકપળી રવો ફેલાવી દો. ત્યારબાદ ઝીણી સમારેલી શાકભાજીને ઉપર ફેલાવી દો. એક બાજુ શેક્યા પછી ઉત્તપમપલટાવી દો. પછી બરાબર શેકી ચીલી સોસ અને સોયા સોસ સાથે ગરમાગરમ જ મજા માણો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
૬. ઓટ્સ ઉત્તપમ:

* સામગ્રી:
- 1 
કપ ઓટ્સ
- 1 
કપ ઢોંસાનું ખીરું
- ½ 
કપ ફણગાવેલાં કઠોળ
- 1 
ડુંગળી ઝીણી સમારેલી
- 3 
મરચાં ઝીણાં સમારેલાં
- 2 
ટે.સ્પૂન ફુદીનાની ચટણી
- 
જરૂર મુજબ ઓલિવ ઓઇલ
- 
કાળા તલ જરૂરિયાત મુજબ
- 2 
ટામેટાં ઝીણાં સમારેલાં
- 4 -5 
પાન લેટયૂસકે કોબીના
- ½  
લીંબુનો રસ
- 
મીઠું સ્વાદ પ્રમાણે
* 
રીત:ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળી, લીલાં મરચાં, મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરીલેવું. બીજા બાઉલમાં ઓટ્સ નાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને આમિશ્રણ બરાબર હલાવી લેવું. તેમાં જરૂરિયાત મુજબનું જ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. હવે નોન સ્ટિકતવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવી. નોન સ્ટિક તવીમાં થોડું ઓલિવ ઓઇલ લઇને કડછીમાંથોડું ખીરું લઇને ગોળ પાથરી દેવું. તેની ઉપર ફણગાવેલાં કઠોળ, કાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાંઅને થોડીવાર ઉત્તપમને શેકાવા દેવા. એકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને

Thursday, September 11, 2014

વેજીટેબલ ફ્રાઈડ રાઈસ

વેજીટેબલ ફ્રાઈડ રાઈસ


Capture
સામગ્રી:
બાસમતી ચોખા - દોઢ કપ
ઝીણું સમારેલ મધ્યમ કદનું ગાજર - ૧ નંગ
ઝીણું કાપેલ સિમલા મિર્ચ-૧ નંગ
ઝીણી સમારેલી લીલી ડુંગળી - ૨ કે ૩ નંગ
(લીલાં પત્તાં સજાવટ માટે રાખવા)
ઝીણી કાપેલી કોબીજ - અડધો કપ
ઝીણું કાપેલું આદું - અડધી ટીસ્પુન
ઝીણું કાપેલું લસણ - અડધી ટીસ્પૂન
ઝીણી કાપેલ સેલેરી - અડધી ટેબલ સ્પુન
ઝીણી કાપેલ ફણસી (ફ્રેન્ચબીન્સ) - ૮-૧૦ નંગ
ઝીણાં કાપેલાં બટન મશરૂમ્સ -૫ નંગ
સોયા સોસ - ૧ ટેબલ સ્પૂન
મીઠું અને કાળા મરી - જરૂરિયાત મુજબ
રીત:
ચોખા અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ૪ થી ૫ કપ પાણી નાંખી ચઢવા દો. અગાઉનું પાણી નીતારી લેવું. ચોખા ચઢી જાય એટલે ઓસામણ કાઢી લઈ, ભાત ઠંડા થવા દેવા. ઢાંકીને એને એક બાજુ મૂકી દો.
એક કઢાઈમાં તેલ લો, ગરમ કરો. એમાં આદુ અને લસણ નાંખી, થોડીવાર સાંતળો. પછી એમાં ડૂંગળી નાંખી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. બાકીના શાક નાખી તેજ આંચ પર સાંતળો. સતત હલાવતાં રહેવું જેથી શાક એકસરખા રંધાય અને બળી ન જાય.પછી એમાં સોયા સોસ, સેલેરી, મીઠું અને મરી નાંખો. તરત હલાવીને એમાં ભાત ઉમેરો. સોસ ભાતને લાગે તેટલી વાર હલાવતા રહો.
ગરમ પીરસી શકાય અથવા ઈન્ડોચાઈનીઝ શાક સાથે પીરસાય. એને તીખોતમતો સ્વાદ આપવા લાલ કે લીલાં મરચાંનો ચીલી સોસ ઉમેરી શકાય.

મસાલા ઢોસા…


મસાલા ઢોસા…
================================================
ઢોસાનું ખીરું (મિશ્રણ) બનાવવાની સામગ્રી …
સામગ્રી :
૩- કપ ચોખા
૧ -કપ અળદની પાલીસ વાળી દાળ
૧- નાની ચાચી મેથીના દાણા
૩/૪- નાની ચમચી બેકિંગ સોડા
૧- નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
બટર અથવા તેલ ઢોસા શેકવા માટે
ઢોસાનો મસાલો તૈયાર કરવા માટે ની સામગ્રી …
સામગ્રી :
૪૦૦ ગ્રામ બટેટા (લગભગ ૬-૭ નંગ મધ્યમ કદના)
૧- કપ લીલા વટાણા
૨- ટે. સ્પૂન તેલ
૧- નાની ચમચી રાઈ
૧/૪- નાની ચમચી હળદર
૧- નાની ચમચી ધાણા નો પાઉડર
૨-૩ નંગ લીલા મરચાં (બારીક સમારી લેવા)
૧ થી ૧-૧/૨ ઈંચ નો નાનો ટૂકડો આદુનો
૩/૪- નાની ચાચી મીઠું (સ્વાદાનુસાર)
૧/૪ -નાની ચમચી આમચૂર પાઉડર
૧/૪- નાની ચમચી લાલ મરચાં નો પાઉડર (સ્વાદાનુસાર)
૨- ટે. સ્પૂન લીલી કોથમીર (સમારી લેવી)
કાંદા પસંદ હોય તો ૧ થી ૨ નંગ સમારી લેવા
રીત:
અળદની દાળ અને મેથીને સાફ કરી, ધોઈ અને એક વાસણમાં ઓછામાં ઓછું ૪ કલાક અથવા પૂરી રાત પલાળી ને રાખવી.
આજ રીતે ચોખાને પણ સાફ કરી, ધોઈ અને તેટલા જ સમય માટે પલાળી ને રાખવા.
અળદની દાળને પાણીમાંથી કાઢી અને મિક્સીમાં જરૂર પુરતા ઓછા પાણીમાં બારીક પીસી લેવી અને એક મોટા વાસણમાં રાખવી.
આજ રીતે ચોખાને પણ થોડા ઓછા પાણીમાં સાવ બારીક ના પિસ્તા થોડા કરકરા પીસવા. અને તેને દાળના વાસણમાં દાળ સાથે મિક્સ કરવા. ખીરું બને તેટલું ઘટ રાખવું, જે ચમચાથી નીચે પાળવામાં આવે તો તેની ધાર ન થતા નીચે પડે તો એક સાથે ઘટમાં જ પડે.
જે ઢોસા માટે નું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું તેમાં આથો લાવવા માટે, બેકિંગ સોડા નાખવો અને ગરમ જગ્યામાં ઢાંકીને અલગથી ૧૨-૧૪ કલાક માટે રાખી દેવું (પૂરી રાત રાખી શકાય તો વધુ સારું) જેથી તે આથો આવી જતા ફૂલીને ડબલ થઇ જશે. બસ ત્યારે સમજવું કે તે ઢોસા બનાવવા માટે યોગ્ય તૈયાર થઇ ગયેલ છે.
મસાલા ઢોસા માટે નો (અંદરનું પૂરણ )મસાલો બનાવાવા માટે ની રીત …
રીત:
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. ગરમ તેલમાં રાઈ નાંખી અને તેને સાંતળવી. ત્યારબાદ, તેમાં હળદર, ધાણા પાઉડર, લીલા મરચાં, અને આદુ નાંખી અને એક મિનિટ સુધી સાંતળવું. ત્યારબાદ, લીલા વટાણા નાંખી અને બે ચમચા પાણી (ઉમેરવું) નાખવું અને તેના ઉપર ઢાંકણ ઢાંકી દઇ અને પાકવા દેવા. ત્યારબાદ, તેમાં બટેટા (બાફેલા), મીઠું, આમચૂર પાઉડર અને લાલ મરચાનો પાઉડર નાંખી અને બે મિનિટ સુધી પાકવા દેવું. ત્યારબાદ, ગેસ બંધ કરી દેવોદેવો. માંથી લીલી કોથમીર છાંટી દેવી. બસ, મસાલા ઢોસાનો અંદરનો મસાલો તૈયાર થઈ જશે.
( જો તમને કાંદા પસંદ હોય તો ૧ થી ૨ કાંદાને બારીક સમારી, આદુ મરચાં સાથે નાંખી અને આછા ગુલાબી થાય ત્યાં સુધી તેન સાંતળવા )
ઢોસા બનાવવાની રીત :
સૌપ્રથમ ઢોસાના ખીરાને હલાવીને તપાસવું કે તે જરૂર કરતાં વધુ ઘટ નથી ને. જો ઘટ લાગે તો જરૂરી પાણી ઉમેરી અને ભજીયાના લોટના ખીરાથી થોડું પાતળું ખીરું બનાવવું. ( જેટલા ઢોસા બનાવવાના હોય તેટલાજ ખીરાને પાતળું બનાવવું.)
ત્યારબાદ, નોનસ્ટિક તાવી અથવા ભારે તળિયા વાળી તાવી લેવી. શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક તાવી લેવી અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી. જ્યારે તે ગરમ થઇ જાય, એટલે ગેસનો તાપ ધીમો (મધ્યમ) કરી દેવો. ત્યારબાદ, એક ભીનું કપડું લઇ અને સૌપ્રથમ, તે તાવિને ભીના કપડાથી સાફ કરવી માનેર પેહલી વખત તેની ઉપર તેલ લગાડવું. ધ્યાન રહે કે તેલ એટલું જ લગાડવું કે જેનાથી તાવી ફક્ત ચિકણી લાગવી જોઈએ. તેલ દેખાવું ના જોઈએ. ત્યારબાદ, એક ચમચો ખીરું લઇ અને તાવિની વચ્ચે મૂકવું અને તેને ચમચાની મદદથી ધીરે ધીરે ગોળ ગોળ ફેરવીને ૧૨ થી ૧૪ ઈંચની ગોળાઈમાં પાથરવું. બંને ત્યાં સુધી તેને પાતળું પાથરવું. પથરાઈ ગયાબાદ, તેની ચારે બાજુ ઉપર માખણ અથવા તેલ (જે પસંદ હોય તે) લગાડવું (નાંખવું).
ધીમા તાપથી (મધ્યમ) ઢોસાને બરોબર શેકવો. જ્યારે ઉપરનું પળ શેકાઈ ગયું છે તેમ લાગે ત્યારે સમજવું કે નીચેનું પળ પણ શેકાઈ ગયું છે. ત્યારબાદ, તેની ઉપર વચ્ચે એક થી બે ચમચા મસાલો (શાક) અંદર વ્યવસ્થિત મૂકવો (પાથરવો) અને એક છેડાને તાવિથાની મદદથી ઉંચો કરી અને તેને બીજી તરફ બંધ કરવું અને તેનું ફીંડલું બનાવવું અને તેને ત્યારબાદ, પ્લેટ ઉપર રાખવો.
બીજો ઢોસો તાવી ઉપર બનાવતા પેહલાં ફરી એકવાર એક ભીના કપડાથી તાવિને સાફ કરી અને ત્યારબાદ, પેહલાં ઢોસાની જેમ જ બીજો ઢોસો બનાવવો. દરેક નવો ઢોસો બનાવતા પેહલાં તાવિને ભીના કપડાથી સાફ કરવી જરૂર છે.
આમ ધીરે ધીરે જરૂરીયાત મુજબના ઢોસા બનાવવા અને ગરમા ગરમ મસાલા ઢોસા સંભાર અને નાળિયેર તેમજ સિંગદાણા ની ચટણી સાથે પીરસવા.

કોલીફ્લાવર મન્યુરિયન-

કોલીફ્લાવર મન્યુરિયન-
સામગ્રી-
-1 મધ્યમ કદનું ફ્લાવર
-2 નંગ મોટી ડુંગળી
-4 દડા લસણ
-1/2 ઈંચનો આદુંનો ટુકડો
-3 નંગ લીલા મરચાં
-1/2 નંગ કેપ્સિકમ
-2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
-1 ટેબલસ્પૂન મેંદો
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન સોયા સોસ
-1 ટીસ્પૂન ટોમેટો સોસ
-1/2 ટીસ્પૂન મરી પાવડર
-તેલ તળવા માટે
રીત-
ફ્લાવરને મોટા કટકામાં કટ કરી લો. ત્યાર બાદ તેને ગરમ પાણીમાં નાખો. તેને બે મિનિટ માટે સાઈડમાં મૂકો. હવે તેને પાણીમાંથી નીતારીને કિચન ટાવલ પર મૂકો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં એક ચમચી કોર્નફ્લોર, મેંદો, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂં તૈયાર કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં ફ્લાવરના ટુકડાને તૈયાર કરેલા ખીરામાં ડુબાડીને ડિપ ફ્રાય કરો. ધીમા તાપે લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળો. ધીમા તાપે તળવાથી ક્રિસ્પી થશે. હવે તેને કિચન ટાવલ પર કાઢીને મૂકો.
વધારાનું તેલ ચૂસાય જાય એટલે તેને એકબાજુ પર મૂકો. હવે ડુંગળી, લસણ, આદું અને લીલા મરચાંને ઝીણા સમારી લો. કેપ્સિકમના પણ કટકા કરી લો. હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદું એક પછી એક ઉમેરીને સાંતળો. થોડીક મિનિટ માટે સાંતળો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં કેપ્સિકમના ટુકડા ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ટોમેટો સોસ, સોયા સોસ અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડીવાર બાદ તેમાં થોડુંક મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. એ વાત યાદ રાખવી કે ફ્લાવરમાં અને સોસમાં પણ મીઠું પહેલાથી છે જ. હવે તેમાં તળેલા ફ્લાવર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ફ્લાવર પર મસાલો બરાબર ચઢી જાય એ રીતે મિક્ષ કરો. જો તમે આ મન્યુરીયનને ડ્રાય મન્ચુરિયન તરીકે સર્વ કરવા માંગતા હોવ તો આ સ્ટેજ પર જ સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો. અને જો ગ્રેવી મન્યુરીયન સર્વ કરવું હોય તો કોર્નફ્લોરને અડધા કપ પાણીમાં ઓગાળીને પેનમાં ઉમેરો. 2 થી 3 મિનિટ ચઢવા દીધા બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ મન્યુરીયનને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Wednesday, September 10, 2014

નવરત્ન કોરમા -

નવરત્ન કોરમા -
==========================
2 ગાજર,
1 ડુંગળી
100 ગ્રામ બટાકા,
100 ગ્રામ ફ્લાવર
100 ગ્રામ લીલા વટાણા
3 ટેબલસ્પૂન ઘી,
1 કપ મોળું દહીં
5 કાજુ, 5 કટકા અખરોટ
10 લાલ દ્રાક્ષ
1/2 કપ તાજી મલાઈ
100 ગ્રામ લીલી દ્રાક્ષ, 1 સફરજન
મીઠું – પ્રમાણસર
વાટવાનો મસાલો – 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, 1/2 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન જીરું, 4 કળી લસણ, 2 ડુંગળી, 2 લાલ મરચાં, 2 લીલાં મરચાં, કટકોઆદું, 3 લવિંગ, 2 કટકા તજ, 7 દાણા મરી, 122 ઝૂડી લીલા ધાણા, બધું વાટી લેવું
રીત
એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે છીણી સમારેલી ડુંગળી અને વાટેલો મસાલો સાંતળવો. મસાલો સંતળાઈ જાય અને ઘી ઉપર અાવે એટલે દહીં નાંખવું. ગ્રેવી ઉકળે એટલે બાફેલાં શાક, કાજુના કટકા, દ્રાક્ષ અને અખરોટના કટકા નાંખવા. ગ્રેવી ઉકળે એટલે તાપ ધીમો કરી મલાઈ અને લીલી દ્રાક્ષ નાંખી, 2 મીનીટ ઉકાળી નીચે ઉતારી લેવું. પીરસતી વખતે તની અંદર સફરજનનો છોલી, બારીક કટકા કરી, હલાવી ઉપયોગ કરવો.